ગુજરાત

હાય રે મોંઘવારી! રાજ્યમાં દિવાળીના તહેવારોની પહેલાં ડુંગળીના ભાવ આટલા રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યા

તહેવારોના સમયમાં ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળી ફરી એકવાર લોકોને આંખે પાણી લાવી દે તો નવાઈ નહીં! તહેવારોની મોસમમાં અલગ-અલગ મોરચે મોંઘવારીનો સામનો કરી રહેલી જનતાનું હવે ફરી એકવાર ડુંગળીના વધેલા ભાવના કારણે બજેટ ખોરવાયું છે.

તેવામાં તહેવારો બાદ પણ ડુંગળીના ભાવમાં ભડકો થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. દિવાળીના દિવસોમાં ડુંગળીના ભાવ રિટેલ માર્કેટમાં 60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે, આવનાર દિવસોમાં પણ ભાવ વધારો થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ડુંગળીની આવકના આધારે ભાવમાં વધારો દેખાશે
અમદાવાદ વાસણા APMCમાં હોલસેલ ડુંગળીના વેપારી ધનસુખભાઈ પટેલનું કહેવું છે કે જે વિસ્તારમાં ડુંગળી થાય છે, તે વિસ્તારોમાં વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે.

કેટલાક સ્થાનો પર ડુંગળીનો સ્ટોક હતો તે પણ બગડી ગયો છે. આ સ્થિતિમાં નવી ડુંગળી આવતા અંદાજે ત્રણ મહિના જેટલો સમય લાગી શકે છે. જેથી આવનાર દિવસોમાં ડુંગળીની આવકના આધારે ભાવમાં વધારો જોવા મળી શકે તેવી શક્યતાઓ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x