પોલીસકર્મીઓના આંદોલન મુદ્દે હર્ષ સંઘવીનું મોટું નિવેદન ,સરકાર કરી રહી છે અભ્યાસ
રાજ્યમાં પોલીસકર્મીઓ છેલ્લા કેટલાક સમયથી ગ્રેડ પે ને લઈને આંદોલન કરી રહ્યા છે. જે મામલે હવે ગૃહ રાજ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. ગ્રેડ પે ને લઈે પોલીસ કર્મચારીઓ જે આંદોલન કરી રહ્યા છે. તે મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સરકાર તેમની માગણી પર અભ્યાસ કરી રહી છે.
સાથેજ ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે આગામી સમયમનાં પોલીસ કર્મચારીઓની માગંણીને લઈને નિર્ણય લેવામાં આવશે. વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે કોઈપણ વિષય પર યોગ્ય રીતે જો રજૂઆત કરવામાં આવે તો તેનો અભ્યાસ સરકાર દ્વારા કરવામાં આવે છે. જેથી હવે આ મામલે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે પોલીસ કર્મીઓની જે પણ માગ છે તે અંગે તેઓ વિવિધ પાસાઓની તપાસ કરશે. જે તપાસ બાદ તેઓ આગળ નિર્ણય લેવાના છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસ કર્મચારીઓ તેમના ગ્રેડ પે ની માગણી કરી રહ્યા છે. જેમા તેઓ આંદોલન પણ કરી રહ્યા છે. જેથી આ મામલે આજે ગૃહરાજ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસ કર્મીઓના આંદોલનને લઈને ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે તેઓ કોઈપણ વિષયને હકારાત્મક રીતે વિચારીએ છે. ત્યારબાદ તેના પર નિર્ણય લેવામાં આવે છે. મહત્વનું છે કે ટૂંક સમયમાં હવે પોલીસ કર્મીઓના ગ્રેડ પે ને લઈને સરકાર જાહેરાત કરી શકે છે. જેમાં પોલીસ કર્મીઓની માગ પૂરી થવાની શક્યતા છે.