ગાંધીનગરગુજરાત

ગુજરાત સરકારના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ, હવે આ લોકોને મળશે નવી ભેટ

દિવાળીને હવે માત્ર થોડા દિવસ બાકી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી ભેટ અને બોનસ આપવામાં આવતું હોય છે, બલ્કે રાજ્યના કર્મચારીઓ માટે એડહોક બોનસ અને દિવાળી ભેટ સહિત અનેક સવલતો આપવામાં આવતી હોય છે, ત્યારે ફરી રાજ્યના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે વિશેષ ભેટ આપવા જઈ રહી છે.

ગાંઘીનગરમાં કર્મચારીઓને દિવાળી પહેલા મળશે ભેટ
ગાંધીનગરમાં કર્મચારીઓને દિવાળી પહેલા આવાસના નવા મકાનો ફાળવાનો આવશે તેવું લાગી રહ્યું છે, જર્જરિત આવાસમાં રહેલા કર્મચારીઓને હવે નવા આવાસ ફાળવાશે. સેક્ટર 6માં બનેલા સરકારી આવાસોનું દિવાળી પહેલા જ લોકાર્પણ કરવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે, આ આવાસ સરકારી કર્મચારીઓ માટે બનાવાયા છે જેમાં કર્મચારીઓ માટે આવાસના 560 જેટલા મકાનો ફાળવામાં આવશે. જે રીતે લોકાર્પણની જાહેરાત કરવામાં આવી છે તે જોતા લાગી રહ્યું છે કે સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા જ નવા આવાસોની ભેટ મળી જશે.

સેક્ટર 6માં બનેલા સરકારી આવાસોનું થશે લોકાર્પણ
મહત્વનું છે આ વખતે દિવાળી 4 નવેમ્બરે છે તેને ધ્યાનમાં રાખીને રાજ્યના કર્મચારીઓનો પગાર પણ વહેલા કરવામાં આવે તેવા નિર્દેશ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યા છે. તેમજ રાજ્યના કર્મચારીઓને દિવાળી ખરીદી માટે બોનસ અને એડહોક બોનસ સહિતની આપવામાં આવ્યું છે. ત્યારે હવે ગાંધીનગર સેક્ટર 6માં બનેલા સરકારી આવાસોનું લોકાર્પણ કરી જર્જરિત આવાસમાં રહેતા કર્મચારીઓને  નવા  560 આવાસ ફાળવાશે જેથી રાજ્યના કર્મચારીઓને ફાયદો થશે, મોંઘવારી અને વધતા ઈંધણના ભાવો વચ્ચે આ વખતે રાજ્યના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x