મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેનાના જવાનો સાથે કરશે દિવાળીની ઉજવણી, 3 નવેમ્બરે કચ્છ બોર્ડરની મુલાકાતે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. આ માટે કચ્છ બોર્ડરની મુલાકાતે cm ભૂપેન્દ્ર પટેલ જશે. 3 નવેમ્બરે સેનાના જવાનો સાથે CM મુલાકાત કરીને દિવાળી ઉજવશે. આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ આર્મી, BSF, એરફોર્સ, ગુજરાત પોલીસ, NCC, કોસ્ટ ગાર્ડના જવાનો સાથે ધોરડો ખાતે ખાસ બેઠક કરશે. ત્યારે જણાવી દઈએ કે સીએમ બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલની આ પહેલી દિવાળી છે. જેને તેઓ સરહદ પર મનાવશે.
તમને જણાવી દઈએ કે આ પરંપરા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શરુ કરી હતી. તેમના મુખ્યમંત્રી કાળમાં દિવાળી સરહદ પર સ્થિત જવાનો સાથે મનાવવાનો સિલસિલો શરૂ કર્યો હતો. જે પરંપરા આજે પણ ચાલુ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ પરંપરા નિભાવી હતી. તો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર તેમના કદમો પર ચાલી રહ્યા છે. દેશ સેવા કરતા અને પરિવારથી દૂર ફરજ પર સ્થિત જવાનોને પરિવારની હૂંફ મળે તે હેતુસર મુખ્યમંત્રી બી.એસ.એફ જવાનો સાથે દિવાળીનું મહાપર્વ મનાવે છે.
તો જણાવી દઈએ કે કોરોનાના કારણે ગત બે વર્ષ રણોત્સવ અને કચ્છ સહિતના પ્રવાસનને ભારે અસર પહોંચી છે. ચાલુ વર્ષે કોરોના કાબૂમાં આવવાના કારણે તહેવારો અને જાહેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અને આ કાર્યક્રમોને તબક્કાવાર મંજૂરીઓ મળી છે. તો નવેમ્બરથી કચ્છમાં રણોત્સવ શરૂ થઈ રહ્યો છે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ હતા કે તેનું ઉદ્દઘાટન કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી તરીકે તેમની કચ્છની આ પ્રથમ મુલકાત હશે.
જો કે અહેવાલ અનુસાર આ પહેલાં કચ્છ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં જુદા જુદા કામોમાં ગતિ આવી છે. અહેવાલમાં જણાવાયુ હતું કે બિનસત્તાવાર માહિતી મુજબ તેઓ ત્રીજી નવેમ્બરે ધોરડોમાં રણોત્સવનું ઉદ્દઘાટન કરી શકે છે.