આંતરરાષ્ટ્રીયગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ગાંધીનગર : વાયબ્રન્ટ સમિટને પગલે મહાત્મા મંદિરની કોવિડ હોસ્પિટલ ખાલી કરાઇ

ગાંધીનગર :
આગામી જાન્યુઆરી માસમાં મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવાનું હોવાથી ત્રીજી લહેર માટે આરક્ષિત રાખવામાં આવેલી અહીંની કોવિડ હોસ્પિટલ તાબડતોડ ખાલી કરવામાં આવી રહી છે. અહીં રાખવામાં આવેલા અદ્યતન મેડિકલ ઉપકરણો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઉપરાંત સોલા, હિંમતનગર સિવિલમાં પણ ફાળવવામાં આવ્યા છે. સાધનોની દ્રષ્ટીએ હવે ગાંધીનગર સિવિલ સમૃધ્ધ થઇ ગઇ છે ત્યારે દર્દીઓ માટે તેનો ઉપયોગ થઇ શકે તો સારૂ. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને હોસ્પિટલમાં ખાટલો મળતો ન હતો તેવી આરોગ્યની કટોકટી સર્જાઇ હતી ત્યારે કોરોનાની ત્રીજી લહેર પૂર્વે સરકાર દ્વારા હોલ અને ખુલ્લા મેદાનોમાં પણ હોસ્પિટલો ઉભી કરી દીધી હતી. જે અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પણ ડીઆરડીઓ દ્વારા કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. ઓક્સિજન અને વેન્ટીલેટરની સુવિધાથી સજ્જ કુલ ૮૦૦થી વધુ બેડની આ હોસ્પિટલ જરૂર પડે ૨૪ કલાકમાં કાર્યરત થઇ શકે તે રીતે રાખવામાં આવી હતી પરંતુ હવે જ્યારે વાઇબ્રન્ટ સમિટનું આગામી જાન્યુઆરી માસમાં આયોજન કરવામાં આવનાર છે ત્યારે અહીંની હોસ્પિટલનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ડીઆરડીઓ દ્વારા અદ્યતન મેડિકલ ઉપકરણોનો આ હોસ્પિટલમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ઉપકરણો અને મેડિકલ સાધનોને ગાંધીનગર અને કોલવડાની હોસ્પિટલ ઉપરાંત સોલા તથા હિંમતનગરની હોસ્પિટલમાં આપવામાં આવ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલને બેડ, ગાદલા, એક્સરે મશીન, વેન્ટીલેટર્સ, ઓક્સી મીટર, વ્હિલચેર સહિતના વિવિધ મેડિકલ સાધનો આપવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોવિડ હોસ્પિટલ ખાલી કરવાના અભિયાનમાં સાધનો ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળે ઠલવવામાં આવ્યા છે જે હવે આગામી દિવસોમાં જરૂરીયાત પ્રમાણે વોર્ડ તથા ઓપીડીમાં ફાળવવામાં આવશે જેથી સિવિલમાં આરોગ્યની સેવાઓ વધુ મજબુત બનશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x