ગાંધીનગરગુજરાત

ગાંધીનગર : CM ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત

ગાંધીનગર :

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિફ્ટ સિટી ની મુલાકાત લઈ ત્યાંની ગતિ વિધિઓની અને ગિફ્ટ સિટી ના વિવિધ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી અને વિવિધ પાસાઓની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મુખ્ય મંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટી ની મુલાકાત દરમ્યાન પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટ ની અધિકારીઓ સાથે સમીક્ષા હાથ ધર્યા બાદ ગિફ્ટ સિટીમાં કાર્યરત સ્ટોક એક્સચેન્જ ની ગતિવિધિઓ નું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી. તેમણે ગિફ્ટ સિટીના અદ્યતન યુટિલિટી ટનલ નું પણ નિરીક્ષણ કર્યું હતું

મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર વગેરે તેમની સાથે જોડાયા હતા

ગિફ્ટ સિટી ના શ્રી માંકડ અને તપન રે એ મુખ્યમંત્રીશ્રીને ગિફ્ટ સિટી ના સંપૂર્ણ વિઝન નો ખ્યાલ પ્રેઝન્ટેશન દ્વારા આપ્યો હતો. શ્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નો પદભાર સંભાળ્યા બાદ આ તેમની ગિફ્ટ સિટી ની પ્રથમ મુલાકાત છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x