ગાંધીનગર

ગાંધીનગરનાં કુડાસણની “La Pinnoz Pizza” રેસ્ટોરન્ટ ગ્રાહકોને છેતરતા 25 હજારનો દંડ કરાયો

ગાંધીનગર :

ગાંધીનગરના કુડાસણ ખાતે આવેલ “La Pinnoz Pizza” રેસ્ટોરન્ટમાં તોલમાપ વિભાગની ટીમે દરોડો પાડયો હતો. જેમાં જાણીતી રેસ્ટોરન્ટ દ્વારા મેન્યુ કાર્ડમાં પાસ્તાનું વજન સહિતના નિયમોનું ઉલ્લંઘન કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સામે આવતા તોલમાપ વિભાગ દ્વારા રૂ. 25 હજારનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરમાં તોલમાપ વિભાગ ધ્વારા હોટલ, રેસ્ટોરન્ટ અને થિયેટરોમાં ઓચિંતી તપાસ શરૂ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર જવાબદારો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે કુડાસણ માં આવેલી જાણીતી “La Pinnoz Pizza” દ્વારા ગ્રાહકોને અંધારામાં રાખી છેતરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ વિભાગને મળી હતી. આથી વિભાગની ટીમ ધ્વારા ઉક્ત રેસ્ટોરન્ટમાં દરોડો પાડી ચકાસણી કરવામાં આવી હતી.

જેમાં રેસ્ટોરન્ટ દ્વારા મેન્યુ કાર્ડમાં પાસ્તાનું વજન દર્શાવવામાં આવ્યું ન હતું. જે અંગે રેસ્ટોરન્ટ દ્વારા સંતોષજનક ખુલાસો કરાયો ન હતો. ઉપરાંત તોલમાપની ટીમે વધુ ચકાસણી કરતા ઈલેક્ટ્રોનિક સ્કેલનું ફેર ચકાસણી મુન્દ્રાકન અને તેની ખરાઈનું પ્રમાણપત્ર પણ દર્શાવેલ મળી આવ્યું ન હતું.

આથી વિભાગની ટીમ ધ્વારા ધી ગુજરાત લીગલ મેટ્રોલોજી કાયદા અને નિયમોના ભંગ સબબ કેસ કરી ઈલેક્ટ્રોનિક સ્કેલ (વજન કાંટો) જપ્ત કરી રૂ. 25 હજારનો દંડ કરવામાં આવનાર છે. આ અંગે વિભાગનાં સૂત્રોએ કહ્યું હતું કે હાલમાં હોટલ, રેસ્ટોરન્ટ અને થિયેટરોમાં તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ઉક્ત pizza ની રેસ્ટોરન્ટ એસ આર હોસ્પિટાલીટી દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x