આંતરરાષ્ટ્રીય

મેક્સિકોમાં મોટી દુર્ઘટના, અકસ્માતમાં 49 લોકોના મોત, 58 ગંભીર રીતે ઘાયલ

મેક્સિકોના ચિયાપાસ વિસ્તારથી પસાર થઇ રહેલો એક ટ્રક વળાંકમાં પલટી જવાથી અકસ્માત સર્જાયો હતો. આ ટ્રકમાં 100થી વધુ લોકો હાજર હતા જેમાં સૌથી વધુ મધ્ય અમેરિકન દેશના પ્રવાસી હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 49 લોકોના મોત થવાની પુષ્ટિ થઇ છે. ત્યારે, 58 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત જણાઇ રહ્યા છે.

સ્થાનિક તંત્રએ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ પહોંચાડ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જણાવી દઇએ કે મધ્ય અમેરિકન દેશોની ગરીબી અને હિંસાથી ભરેલા મહોલથી નિકળવા માટે પ્રવાસીઓ મેક્સિકોના રસ્તે અમેરિકન બોર્ડર પર પહોંચવાનો પ્રયત્ન કરે છે. અંદાજિત 40 ઇજાગ્રસ્તોને ગંભીર ઇજાઓ આવી અને તેમને સ્થાનિક હોસ્પિટલ લઇ જવાયા. એટલે ઓછામાં ઓછા 107 લોકો વાહનમાં સવાર હતા. મેક્સિકોમાં માલવાહક ટ્રકો માટે દક્ષિણી મેક્સિકોમાં પ્રવાસી-તસ્કરી અભિયાનમાં આટલા બધા લોકોનો જીવ ગુમાવવા અસામાન્ય નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x