ગુજરાત

ગુજરાતના મહાનગરોમાં નાઈટ કરફ્યુ મુદ્દે સરકારની મોટી જાહેરાત

ગુજરાતના ૮ મહાનગરોમાં  રાત્રી કર્ફ્યુની ગાઈડ લાઈન યથાવત રહેશે. રાજ્યમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. મળતી જાણકારી અનુસાર 8 મહાનગરોમાં રાત્રે એક વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. કોરોનાની ગાઇડલાઇન 31 ડિસેમ્બર સુધી યથાવત રહેશે. ગૃહ વિભાગ થોડી વારમાં સત્તાવાર જાહેરાત કરશે.

આ પહેલા જાહેર કરેલી માર્ગદર્શિકામાં સિનેમા હોલને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલા 50%ની ક્ષમતા સાથે ચાલતા સિનેમા ઘરો હવે 100 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. ગુજરાત સરકારે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખી કોરોના નિયંત્રણો હળવા કરવા માટે વિચારણા કરી છે. હવે રાજ્યમાં 8 મનપા વિસ્તારોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે પણ તેમાં મોટી રાહત આપવામાં આવી છે. સરકારે કેટલાક નિયત્રણોમાં આંશિક છૂટછાટ આપી છે. હવે રાતે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x