ઈન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી
ઈન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ પછી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. દેશના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયા એ પૂર્વ નુસા તેંગારામાં 7.5ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરી છે. તે જ સમયે, યુરોપિયન-મેડિટેરેનિયન ભૂકંપ કેન્દ્રે ભૂકંપ ની તીવ્રતા 7.7 દર્શાવી છે. તેમાં કહેવાયું છે કે ભૂકંપનું કેન્દ્ર પાંચ કિમીની ઊંડાઈએ હતું.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર Dili, Timor-Leste થી 380 કિલોમીટર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ (WNW)માં હતું. ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 8:50 વાગ્યે સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
પૃથ્વી અનેક સ્તરોમાં વહેંચાયેલી છે અને જમીન નીચે અનેક પ્રકારની પ્લેટો છે. આ પ્લેટો એકસાથે અટવાઇ જાય છે, પરંતુ કેટલીકવાર આ પ્લેટો સરકી જાય છે, જેના કારણે ભૂકંપ આવે છે. ક્યારેક તે વધુ કંપન કરે છે અને તેની તીવ્રતા વધે છે. ભારતમાં, પૃથ્વીના આંતરિક સ્તરોમાં ભૌગોલિક હિલચાલના આધારે કેટલાક ઝોન નક્કી કરવામાં આવ્યા છે અને કેટલાક સ્થળોએ તે વધારે છે અને કેટલાક સ્થળો ઓછા છે.