ગાંધીનગરગુજરાત

ધો.10-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના આવેદનની અંતિમ તારીખ 21મી ડિસેમ્બર

શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં લેવાનાર ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના આવેદનપત્રો હાલમાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે તારીખ 21મી, ડિસેમ્બર અને ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે તારીખ 24મી ડિસેમ્બર-2021 નક્કી કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

જોકે ઓમિક્રોનની દહેશત વચ્ચે આગામી માર્ચ-2022માં ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા લેવાશે કે નહી તેની ચિંતા વાલીઓ અને વિદ્યાર્થીઓને સતાવી રહી છે. જોકે ઓમિક્રોનની દહેશત વચ્ચે હાલમાં રાજ્યભરની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. જોકે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા ફોર્મ ભરવાની અંતિમ તારીખ જાહેર કરી છે. તેમાં બોર્ડની રેગ્યુલર ફી સાથે ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના આવેદનપત્રો આગામી તારીખ 21મી, ડિસેમ્બર-2021 સુધીમાં ભરી શકાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x