ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયુ, કોંગ્રેસે ભાજપ પર કર્યો આ આક્ષેપ
તેમણે આક્ષેપ કર્યો કે સરકાર આડકતરી રીતે ગુનેગારોને મદદ કરે છે. તેમજ યુવાનોને પણ હવે સરકારમાંથી વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. તેમને લાગે છે કે માત્ર લાગવગ વાળા લોકોને જ નોકરી મળે છે. આ પૂર્વે 25 લાખ ફોર્મ ભરાતા હતા જે હવે ઘટીને 10 લાખ થઈ ગયો છે.
આ ઉપરાંત જે લોકો આ પેપર લીક અને દારૂની માહિતી આપે તેમને ગુનેગાર બનાવીને જેલમાં મોકલી દેવામાં આવે છે. તેમજ મને બીક લાગે છે કે જેણે મીડિયાને માહિતી આપી છે તેને સરકારે જેલમાં ના ધકેલી દે.
જ્યારે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ સરકાર સામે સવાલ ઉઠાવ્યાં.અને કહ્યું કે જો કૌભાંડ નથી થયું તો સરકાર બે દિવસથી કેમ જવાબ નથી આપતી.લાખો યુવાનોની કારકિર્દીનો સવાલ છે છતાં ગૌણ સેવા પસંદગી વિભાગ કેમ ભાગી રહ્યું છે.