દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કેસમાં થયો વધારો, જાણો અહીં ક્લિક કરી આજનો લેટેસ્ટ આંકડો
દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 19માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7974 નવા કેસ નોંધાયા છે અને 343 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 7948 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 87,562 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3898 કેસ નોંધાયા છે અને 282 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 135, 25,36,986 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 60,12,425 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 12,16,011 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
કુલ કેસઃ 3 કરોડ 47 લાખ 18 હજાર 602
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 41 લાખ 54 હજાર 879
એક્ટિવ કેસઃ 87 હજાર 245
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 76 હજાર 478