Uncategorized

1 જાન્યુઆરીથી ઓનલાઇન એપ્લિકેશન પરથી ફૂડ ઓર્ડર કરવો પડશે મોંઘો!

લાંબા સમયથી ફૂડ ડિલિવરી એપ્સની સેવાઓને GSTના દાયરામાં લાવવાની માંગ કરવામાં આવી રહી હતી. જેને 17 સપ્ટેમ્બરે GST કાઉન્સિલની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ નવી સિસ્ટમ 1 જાન્યુઆરી, 2022થી દેશભરમાં લાગુ કરવામાં આવી રહી છે.
જો તમે ફૂડ ઓનલાઈન ઓર્ડર કરો છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. વાસ્તવમાં એપ પરથી ફૂડ ઓર્ડર કરનારા ગ્રાહકોને ખબર હોવી જોઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા Zomato અને Swiggy જેવી ફૂડ ડિલિવરી એપ પર 5 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે.  આ નવો નિયમ 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે

કેન્દ્રીય નાણા મંત્રાલયના આદેશ અનુસાર, એપ કંપનીઓને રેસ્ટોરન્ટની જેમ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં મળે. જણાવી દઈએ કે ઘણા સમયથી ફૂડ ડિલિવરી એપની સેવાઓને GSTના દાયરામાં લાવવાની માંગ કરવામાં આવી રહી હતી. જેને 17 સપ્ટેમ્બરે GST કાઉન્સિલની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ નવી સિસ્ટમ 1 જાન્યુઆરી, 2022થી દેશભરમાં લાગુ કરવામાં આવી રહી છે.

કાયદેસર રીતે એપ પર 5 ટકા ટેક્સની સીધી અસર ગ્રાહક પર નહીં પડે, કારણ કે સરકાર આ ટેક્સ ફૂડ ડિલિવરી એપ્સથી વસૂલ કરશે. પરંતુ એવી પણ શક્યતા છે કે ફૂડ ડિલિવરી એપ્સ ગ્રાહક પાસેથી કોઈને કોઈ સ્વરૂપે 5 ટકા ટેક્સ વસૂલ કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x