ભારતમાં ઓમિક્રોનની ડબલ સેન્ચુરી, ઝડપથી વધી રહ્યા છે કેસ, આ બે રાજ્યોમાં 108 કેસ
ઓમિક્રૉનની દહેશત
દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં કારણે ખૂબ ચિંતા ફેલાઈ રહી છે. યુરોપના અનેક દેશોમાં ફરીથી કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તથા WHO પણ આ મુદ્દે ખૂબ ગંભીર છે. અમેરિકામાં એક વ્યક્તિનું ઓમિક્રૉન વેરિયન્ટથી મોત થયું છે.
ભારતમાં 200 એ પહોંચ્યો આંકડો
દેશમાં ઓમિક્રૉનના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર દેશમાં હવે ઓમિક્રોનના 200 કેસ નોંધાઈ ગયા છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીથી નોંધાયા છે. આ રાજ્યોમાં 54-54 કેસ સામે આવ્યા છે.
દેશના 12 રાજ્યોમાં પહોંચ્યો
સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં 12 રાજ્યોમાં ઓમિક્રૉન પહોંચી ચૂક્યો છે. સૌથી વધુ કેસ જો કે દિલ્હી અને મહારાષ્ટ્રમાં છે. એક અંદાજ મુજબ નવા આવતા 4 કેસમાંથી એક કેસ દિલ્હીનો હોય છે.
તાજેતરમાં જ એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે ઓમિક્રૉનને રોકવામાં ચીનની વેક્સિનનાં બે બે ડોઝ લીધા હોય તો પણ કઈ કામના નથી. ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે દુનિયાભરની મોટા ભાગની વેક્સિન આ નવા વેરિયન્ટને રોકી શકે તેમ નથી.
વેકસીનેશન્ અને બૂસ્ટર ડોઝ માટે અપીલ
અમેરિકામાં ઝડપથી વધી રહેલા પ્રકારોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ જો બિડેને લોકોને રસીના બંને ડોઝ મેળવવાની અપીલ કરી છે. આ ઉપરાંત દરેકને બૂસ્ટર ડોઝ લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
કોરોના વાયરસના નવા પ્રકાર ‘ઓમિક્રોન’ની પ્રથમ ઓળખ કરનાર ડૉક્ટર એન્જેલિક કોએત્ઝીએ એક ચોંકાવનારી માહિતી આપી છે. 10 માંથી 9 દર્દીઓ વેકસીનેટેડ નથી તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકાના ICUમાં દાખલ 10 માંથી 9 ઓમિક્રોન દર્દીઓને રસી આપવામાં આવી નથી. આ પહેલા પણ ઘણા નિષ્ણાતો કોરોના વાયરસના આ નવા સ્વરૂપ સામે રસીકરણની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી ચૂક્યા છે. ડૉ. કોએત્ઝીએ કહ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાશે. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 161 કેસ મળી આવ્યા છે. જો કે, આમાંના મોટાભાગના દર્દીઓ માત્ર હળવા લક્ષણો દર્શાવે છે.
ભારતમા નવા કેસની કુલ સંખ્યામાં ઘટાડો
જો કે એક રાહતના સમાચાર એ પણ છે કે દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટને લઈને ફેલાતી ચિંતા વચ્ચે ભારતમા કોરોના વાયરસનાં કુલ કેસમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં ભારતમા કોરોના વાયરસનાં નવા પાંચ હજાર 326 કેસ સામે આવ્યા છે. સોમવારે આ આંકડો 6 હજાર 563 હતો.
સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે
ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર દેશમાં 24 કલાકમાં 8 હજારથી વધારે દર્દીઓ કોરોના વાયરસને મહાત આપીને સાજા થઈ ગયા આછે જ્યારે હાલમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 79 હજાર જ રહી ગયા છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 3 કરોડ 47 લાખ કોરોના વાયરસનાં કેસ નોંધાયા છે. આ સિવાય 24 કલાકમાં 453 દર્દીઓએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.