આરોગ્યરાષ્ટ્રીય

ભારતમાં ઓમિક્રોનની ડબલ સેન્ચુરી, ઝડપથી વધી રહ્યા છે કેસ, આ બે રાજ્યોમાં 108 કેસ

ઓમિક્રૉનની દહેશત 
દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં કારણે ખૂબ ચિંતા ફેલાઈ રહી છે. યુરોપના અનેક દેશોમાં ફરીથી કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તથા WHO પણ આ મુદ્દે ખૂબ ગંભીર છે. અમેરિકામાં એક વ્યક્તિનું ઓમિક્રૉન વેરિયન્ટથી મોત થયું છે.

ભારતમાં 200 એ પહોંચ્યો આંકડો

દેશમાં ઓમિક્રૉનના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર દેશમાં હવે ઓમિક્રોનના 200 કેસ નોંધાઈ ગયા છે.  સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીથી નોંધાયા છે. આ રાજ્યોમાં 54-54 કેસ સામે આવ્યા છે.

દેશના 12 રાજ્યોમાં પહોંચ્યો
સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં 12 રાજ્યોમાં ઓમિક્રૉન પહોંચી ચૂક્યો છે. સૌથી વધુ કેસ જો કે દિલ્હી અને મહારાષ્ટ્રમાં છે. એક અંદાજ મુજબ નવા આવતા 4 કેસમાંથી એક કેસ દિલ્હીનો હોય છે.

તાજેતરમાં જ એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે ઓમિક્રૉનને રોકવામાં ચીનની વેક્સિનનાં બે બે ડોઝ લીધા હોય તો પણ કઈ કામના નથી. ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે દુનિયાભરની મોટા ભાગની વેક્સિન આ નવા વેરિયન્ટને રોકી શકે તેમ નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x