વડાપ્રધાન મોદી આજે સાંજે 4 વાગ્યે તમામ મંત્રીઓ સાથે કરશે બેઠક, ઓમિક્રોનને લઈ થશે ચર્ચા
ઓમિક્રોનના વધતા કેસોની વચ્ચે હવે બાળકોને પણ વેક્સિન લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીની બેઠકમાં આ વિશે પણ ચર્ચા થઈ શકે છે. જો કે, નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)એ બાળકોને રસી આપવાની કોઈપણ શક્યતાને સ્પષ્ટપણે નકારી કાઢી છે પણ દુનિયાના ઘણા દેશમાં બાળકોનું રસીકરણ થઈ રહ્યું છે.
કોવેક્સિનને DCGIએ બાળકો માટે નથી આપ્યું એપ્રુવલ
ઓગસ્ટમાં ઝાયડસ કેડિલાની વેક્સિન Zycov-Dને 12થી 17 વર્ષના બાળકો પર ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ચૂકી છે. જો કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ હાલ ભારત બાયોટેકની વેક્સિન Covaxinને એપ્રુવલ નથી આપ્યું. Covaxin સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી 2થી 17 વર્ષના બાળકો પર ઉપયોગની મંજૂરી આપવાની ભલામણ કરી ચૂકી છે. DCGIની મંજૂરી વગર વેક્સિનને કોવિડ રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરી શકાતી નથી.
ઓમિક્રોનના ખતરા વચ્ચે આ રાજ્યમાં કોરોના કેસમાં થયો ધરખમ વધારો
કોરોનાની બીજી લહેર બાદ મહારાષ્ટ્રમાં ફરી કોરોના (Corona Case) માથુ ઉંચકી રહ્યો છે. બુધવારે કોવિડ-19 કેસની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 1,201 નવા કેસ સામે આવતા તંત્ર દોડતુ થયુ છે. કારણ કે 17 નવેમ્બર બાદ પ્રથમ વખત રાજ્યમાં કોરોનાના 1000થી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્ય સરકારના (Maharashtra Government) આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,23,261 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે બાદ પોઝિટીવીટી રેટ 0.98 ટકા પર પહોંચ્યો છે.