ગુજરાત

સિપાઈ સમાજની વિધવા બહેનો માટે સહાય યોજનાની શરૂઆત

ગુજરાત રાજય સ્તરે સિપાઈ સમાજને માટે કાર્યરત સંસ્થા સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ સિપાઈ સમાજની વિધવા બહેનો માટે વિધવા સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનાનો લાભ ફકત સિપાઈ સમાજની વિધવા બહેનોને જ મળશે. આ યોજનાનો લાભ સિપાઈ સમાજની કોઈપણ ઉમરની વિધવા બહેનો લઈ શકે છે. જે બહેનો સરકાર તરફથી મળતી વિધવા સહાય (પેન્શન) મળતુ હોય તે પણ સિપાઈ સમાજ ટ્રસ્ટની આ યોજનાનો લાભ લઈ શકશે. જે વિધવા બહેનનો દિકરો ૨૧ વર્ષનો થઈ ગયો હોય તેને આ વિધવા સહાય યોજનાનો લાભ મળશે નહી. પરંતુ દિકરો ૨૧ વર્ષનો હોય પરંતુ અસ્થિર મગજનો, વિકલાંગ અથવા કમાવાલાયક ના હોય તો આ યોજનાનો લાભ લઈ શકશે. વધુમાં સતા સંસ્થાની રહેશે. વિધવા સહાય યોજનાનું ફોર્મ સંસ્થાના કાર્યકરો પાસેથી મેળવી શકાશે. ઉપરાંત સંસ્થાની વેબસાઈટ www.sipaisamajtrust.org પર જઈ ડાઉનલોડ વિભાગમાં જઈ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી ભરી શકશે. સિપાઈ સમાજ ટ્રસ્ટને દાતાઓ દ્વારા જે ફંડ મળશે તેને સંસ્થા દ્વારા કારોબારી નકકી કરે તે મુજબ અરજદાર વિધવા બહેનોને ચેક દ્વારા અથવા ડાયરેકટ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x