CM ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારે અચાનક ગાંધીનગર સિવિલની સરપ્રાઇઝ મુલાકાતે પહોંચતા સ્ટાફ હરકતમાં
ગાંધીનગર :
સિવિલમાં CM એ કોવિડ (Covid 19) અને ઓમિક્રોન (Omicron) વોર્ડની મુલાકાત લીધી હતી. ત્યારે આ સપ્રાઈઝ વિઝીટમાં મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેની વ્યવસ્તા અંગે માહિતી મેળવી છે. તો સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા અંગે અધિકારીઓ તથા ડોક્ટર સાથે મુખ્યમંત્રીએ ચર્ચા પણ કરી. બીજી તરફ CM ની સરપ્રાઈઝ વિઝીટથી સ્ટાફ હરકતમાં આવી ગયો હતો.
માહિતી પ્રમાણે મુખ્યમત્રીએ કોવિડ અને ઓમિક્રોન વોર્ડની મુલાકાત લીધી છે. તો આ સાથે જ તેમણે ICU વોર્ડની મુલાકાત લીધી. CM એ સિવિલમાં સફાઈ કર્મીથી લઈને RMO સાથે ચર્ચા કરી હતી. તો કોરોના એક તરફ વકરી રહ્યો છે ત્યારે CM એ વ્યવસ્થાની ચકાસણી કરી હતી. તો મુખ્યમત્રીએ અહીં સારવાર લઇ રહેલા ઇન્ડોર પેશન્ટ્સ સાથે વાતચીત કરી માહિતી મેળવી હતી. તો હોસ્પિટલમાં કાર્યરત કર્મીઓ સાથે પણ સંવાદ કરી સાફ સફાઇ, દવાઓ, દર્દીઓને અપાતી સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી.