શેરબજારની મોટા ઘટાડા સાથે શરૂઆત, Sensex 550 અંક જયારે Nifty 1 ટકા તૂટ્યો
વૈશ્વિક સંકેત મિશ્ર
ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેત મિશ્ર છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. SGX નિફ્ટીમાં 0.27 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. Nikkei 225 0.19 ટકાની નબળાઈ દર્શાવે છે જ્યારે તાઈવાન વેઈટેડ 0.56 ટકા ઉપર છે. કોસ્પી અને શાંઘાઈ કમ્પોઝીટ પણ લાલ નિશાનમાં છે. 24 ડિસેમ્બરે, મુખ્ય યુરોપિયન બજારો FTSE અને CAC ઘટાડા પર બંધ થયા હતા. ક્રિસમસ પર મોટાભાગના બજારો બંધ રહ્યા હતા. 23 ડિસેમ્બરે ક્રિસમસ પહેલા યુએસ માર્કેટ ડાઉ જોન્સ, નાસ્ડેક અને S&P 500 ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. સરકારે હાલમાં ઓમિક્રોનને કારણે યુએસમાં લોકડાઉનની શક્યતાને નકારી કાઢી છે. જોકે વિશ્વભરના બજારોની નજર ઓમિક્રોન વેરિઅન્ટ પર છે. કેન્દ્રીય બેંકોની કડક નીતિ પણ બજારના સેન્ટિમેન્ટને નકારાત્મક બનાવી રહી છે.
RBL બેંકના વર્તમાન MD અને CEO તાત્કાલિક અસરથી રજા પર ઉતરી ગયા છે. તે જ સમયે નવા વચગાળાના એમડી અને સીઈઓ રાજીવ આહુજાએ કહ્યું છે કે બેંકને RBIનું સંપૂર્ણ સમર્થન છે. બેંકના ફંડામેન્ટલ્સ મજબૂત છે અને લીકવીડિટીની કોઈ સમસ્યા નથી.
F&O હેઠળ NSE પર પ્રતિબંધ
F&O હેઠળ NSE પર આજે એટલે કે 27મી ડિસેમ્બરે કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ 3 શેરોમાં Escorts, Indiabulls Housing Finance અને Vodafone Idea નો સમાવેશ થાય છે.
FII અને DII ડેટા
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 24 ડિસેમ્બરે બજારમાંથી રૂ 715 કરોડ ઉપાડ્યા હતા. આ તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ પણ આ સમયગાળા દરમિયાન બજારમાંથી 43.24 કરોડ ઉપડ્યા હતા.
શુક્રવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું
છેલ્લા સત્રમાં શુક્રવારે સ્થાનિક શેરબજારમાં તેજી પર બ્રેક લાગી હતી. કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 191 પોઈન્ટ ઘટીને 57,124 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 69 પોઈન્ટ તૂટીને 17004ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પર બેન્ક અને ઓટો ઈન્ડેક્સ 1 ટકા ઘટ્યા હતા. આઈટી શેરોમાં તેજી જોવા મળી હતી. ટોપ ગેઇનર્સમાં HCLTECH, TECHM, WIPRO, ASIANPAINT, INFY, ITC, RIL અને TCSનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લુઝર્સમાં NTPC, M&M, KOTAKBANK, BAJAJFINSV, ULTRACEMCO અને AXISBANK નો સમાવેશ થાય છે.