ઓમિક્રોનના વધતાં કેસ વચ્ચે આજે PM મોદીએ બોલાવી મહત્વની બેઠક, ચૂંટણીઓ પણ રહેશે ચર્ચાનો મુદ્દો
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંત્રી પરિષદ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે.
આ બેઠક સાંજે 4 વાગે મળે તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં તમામ મંત્રીઓ હાજરી આપશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સમય દરમિયાન પીએમ આગામી વર્ષમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અંગે ચર્ચા કરશે અને ઓમિક્રોન સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરશે.ગુરુવારે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી
આ પહેલા પણ પીએમ મોદીએ ગયા ગુરુવારે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં પીએમએ અધિકારીઓને વધુ સતર્ક રહેવાની સલાહ આપી હતી. PM Modi એ અધિકારીઓને સૂચના આપી હતી કે ડેલ્ટા કરતા ત્રણ ગણા વધુ સંક્રમણ ધરાવતા ઓમિક્રોન સાથે વ્યવહાર કરવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ અને જિલ્લા અને તાલુકા સ્તરે પણ તકેદારી જાળવવી જોઈએ.
અત્યાર સુધીમાં 21 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે
Omicron દેશમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. આલમ એ છે કે આ સંક્રમણને જોતા જ 21 રાજ્યો પોતાની ઝપેટમાં આવી ગયા છે. હાલમાં, દેશમાં 650 થી વધુ લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે. તે જ સમયે, દિલ્હી અને મહારાષ્ટ્રમાં ચેપ સૌથી વધુ છે.
10 જાન્યુઆરીથી Precaution Dose
ઓમિક્રોનના કેસોને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રન્ટ લાઇન વર્કર્સ અને વૃદ્ધ લોકો માટે બુસ્ટર ડોઝની જાહેરાત કરી છે. આ પ્રિકોશન ડોઝ 10 જાન્યુઆરીથી આપવાનું શરૂ થશે.
આ ઉપરાંત હવે હવે 15 થી 18 વર્ષની વયના કિશોરો માટે પણ વેક્સિનને મંજૂર કરવામાં આવી હોવાથી તેઓનું વેકસીનેશન પણ શરૂ થશે. તેવી જાહેરાત પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવી હતી.