આરોગ્યગાંધીનગરગુજરાત

રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના કેસમાં ઉછાળા બાદ વાઇબ્રન્ટ સમિટ પર સંકટ

ગુજરાત સહિત દેશભરમાં કોરોના તથા નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટના આયોજન પર સંકટના વાદળો ઘેરાયા છે. આગામી 10 જાન્યુઆરીથી યોજાનાર વાઇબ્રન્ટ સમિટના આયોજનને લઈને 31 ડિસેમ્બર મહત્ત્વનો નિર્ણય લેવાશે. ગુજરાત સરકાર હવે આ સમિટ યોજવી કે નહીં અથવા યોજવી તો કેવી રીતે તે અંગે 31 ડિસેમ્બરે કરીને નિર્ણય કરશે. વાઇબ્રન્ટ સમિટના પાર્ટનર કંટ્રીના જ કેટલાંય દેશો ભારત સરકાર તરફથી એટ રિસ્ક નેશનની કેટેગરીમાં મુકાયાં હોવાથી તે ઔર ચિંતાનો વિષય બન્યો છે.

ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન કાર્યાલયના આદેશ અનુસાર 31 ડિસેમ્બરે જે નિર્ણય લેવાય તે રીતે જ ગુજરાત સરકાર હવે વાઇબ્રન્ટ સમિટને લઇને પગલાં લેશે. હાલ રાજ્ય સરકારે ઓનલાઇન અને ઓફલાઇન એમ બન્ને માધ્યમ થકી વાઇબ્રન્ટ સમિટ યોજવા તથા એક સ્થળે માત્ર 400 કે તેથી પણ ઓછાં લોકોની હાજરી વચ્ચે તેનું આયોજન કરવું તેવી કામચલાઉ યોજના સાથએ આગળ વધવાનું નક્કી કર્યું છે, પરંતુ કેન્દ્રનો આદેશ આખરી હશે.

સરકારે અગાઉ વાઇબ્રન્ટ સમિટમાં આવનારાં લોકો માટે વેક્સિન લીધેલી હોય સલાહભર્યું રહેશે તે માપદંડોને આધારે ઓનલાઇન નહીં પરંતુ ઓફલાઇન સમિટ જ યોજવી તે મુજબની જાહેરાત કરી હતી. આ ઉપરાંત અત્યાર સુધીમાં આ ઇવેન્ટ માટે 26 દેશો પાર્ટનર કંટ્રી તરીકે જોડાયાં છે તેમાંથી યુરોપિયન દેશો સહિતના અમુક દેશો એટ રિસ્ક નેશન કેટેગરીમાં હોવાથી ત્યાંથી આવતાં પ્રતિનિધીઓને લઇને પણ મોટો પ્રશ્ન ખડો થાય છે, કારણ કે તેમને નિયમાનુસાર ઓછામાં ઓછું એક સપ્તાહ સુધી ક્વોરન્ટાઇન રહેવું પડે છે.

પાર્ટનર કન્ટ્રીઝના નેતાઓ-અધિકારીઓ ઑફલાઇન હાજર નહીં રહે
આ દરમિયાન સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર 26 પૈકી ઘણાં પાર્ટનર કંટ્રીના રાજદૂતાવાસ તરફથી ગુજરાત સરકારને સંદેશો પાઠવ્યો છે કે તેમના કોઇપણ રાજકીય નેતા કે રાજદ્વારી આ સમિટમાં તેમની આરોગ્યલક્ષી સુરક્ષાને ધ્યાને લેતાં નહીં આવે. તેમના દેશના બિઝનેસ ડેલિગેશન તેમની રીતે સ્વતંત્રપણે નિર્ણય લઇને તેમના ખર્ચે અને જોખમે આવી શકશે.
જો કે સૂત્રો તેમ પણ જણાવે છે કે અહીં આવનારાં તમામ લોકો પોતાની સુરક્ષાનો પણ પહેલો વિચાર કરશે તેથી તેમના માટે કોરોનાની સંભવિત ત્રીજી લહેર સમાન સ્થિતિમાં અહીં આવવું પણ મુશ્કેલ છે.

વિદેશી રોકાણમાં ઘટાડો, એમઓયુની રકમ પણ ઘટી શકે છે
ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લાં છ માસમાં ગુજરાતમાં આવતું વિદેશી મૂડી રોકાણ એટલેકે એફડીઆઇમાં ખૂબ મોટું ધોવાણ થયું છે. પાછલાં છ મહિનામાં એટલે કે એપ્રિલ માસથી સપ્ટેમ્બર માસ સુધીમાં ગુજરાતમાં માત્ર 11,145 કરોડ રૂપિયાનું એફડીઆઇ આવ્યું છે તે વર્ષ 2020-21ના નાણાંકીય વર્ષના 12 મહિનામાં 1,62,830 કરોડ રૂપિયા રહ્યું હતું. એટલે કે પાછલાં વર્ષના 12 મહિનાની સામે આ વર્ષના છ મહિનામાં વિદેશી મૂડી રોકાણ સાત ટકા જેટલું નીચું રહ્યું છે.
આ સંજોગોમાં હવે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સાઇન થનારાં એમઓયુના આંકડા અને રકમમાં પણ મોટો ઘટાડો થાય તેવું દેખાઇ રહ્યું છે.

ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ઘટી જતા આયોજન સામે પ્રશ્નાર્થ

  • હાલ ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપી પ્રસરણને લઇને દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય ઉડાનો પર કાપ મુકાયો છે. અમેરિકા, યુકે, યુરોપના દેશો વગેરેએ અત્યાર સુધીમાં 10 હજાર કરતાં વધુ આંતરરાષ્ટ્રીય ઉડાનો ઘટાડી દીધી છે.
  • વિદેશમાંથી ગુજરાત આવતાં અતિથિને આ કારણોસર ખૂબ મોટી મુશ્કેલી નડી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x