ગુજરાત

નવા વર્ષમાં ગુજરાતનાં આ શહેરોમાં શરૂ થશે 5G ઈન્ટરનેટ, સેકન્ડોમાં ફિલ્મ ડાઉનલોડ થઈ જશે, તમને થશે આ ફાયદાઓ

આપણે 4G ઇન્ટરનેટ આવ્યા બાદ પણ રોજબરોજની કેટલીક્ સમસ્યાઓ ભોગવીએ છીએ. જેમ કે ઈન્ટરનેટ નહીં આવવાના કારણે બફરીંગ થવું, વોઇસ કોલ કે વિડીયો કોલ પર મોડા મોડા અવાજ આવવો. પણ હવે ગુજરાતીઓ સહિત ઘણા લોકોને આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મળશે એ નક્કી છે.

1 જાન્યુઆરીના રોજ એટલે કે મંગળવારે દેશના 13 શહેરોમાં ટૂંક સમયમાં 5G ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

અને 5G સેવા લાગુ થવાથી આ 13 શહેરોમાં ઈન્ટરનેટ સ્પીડ 4G કરતા પણ 10 ગણી વધારે હશે.

ઈન્ટરનેટ નેટવર્કની પાંચમી જનરેશનને 5G કહેવામાં આવે છે. તે વાયરલેસ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા છે જે તરંગો દ્વારા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડે છે. તેમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ફ્રીક્વન્સી બેન્ડ છે.

 દેશના 13 શહેરોમાં શરૂ થશે 5G ઈન્ટરનેટ 

દેશના 13 શહેરોમાં જ્યાં 5G ઇન્ટરનેટ સેવા સૌપ્રથમ શરૂ કરવામાં આવશે, તેમાં સૌથી વધુ 3 શહેરો ગુજરાત રાજ્યના છે. આ સિવાય મહારાષ્ટ્રના બે શહેરોનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતમાંથી ત્રણ શહેર 
1) અમદાવાદ
2) જામનગર
3) ગાંધીનગર

દેશના અન્ય શહેરો 
4)ચંડીગઢ
5) ગુરુગ્રામ
6) મુંબઈ
7) પૂણે
8) બેંગલોર
9) ચેન્નાઈ
10) દિલ્હી
11) લખનૌ
12) કોલકાતા
13) હૈદરાબાદ

એરિક્સન, 5G માટે કામ કરતી કંપનીનું માનવું છે કે ભારતમાં 5 વર્ષમાં 50 કરોડથી વધુ 5G ઇન્ટરનેટ વપરાશકર્તાઓ હશે.
5G ઈન્ટરનેટ સેવાના શરુ થવાથી ભારતમાં ઘણા બધા ફેરફાર થવાના છે. આનાથી લોકોનું કામ સરળ બનશે એટલું જ નહીં પરંતુ મનોરંજન અને સંચાર ક્ષેત્રે પણ ઘણો બદલાવ આવશે.

2022 સુધીમાં બિડિંગ 

G શરૂ કરનાર ટેલિકોમ કંપનીઓએ પરીક્ષણો અને ટ્રાયલ પૂર્ણ કર્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ 5G ઈન્ટરનેટ શરૂ કરવા અંગે અંતિમ નિર્ણય લેવાનો છે.

2019 માં જ, Jio એ પણ 5G નેટવર્ક સેવા વિસ્તરણ માટે સમગ્ર દેશમાં ઇન્ટરનેટ નેટવર્ક વિસ્તરણ માટે કામ કરવાનું શરૂ કર્યું.

કેન્દ્ર સરકારે કહ્યું છે કે માર્ચ-એપ્રિલ 2022 સુધીમાં 5G ઇન્ટરનેટ સ્પેક્ટ્રમ માટે બિડિંગ કરવામાં આવશે. 5ભારતી એરટેલે એરિક્સન સાથે મળીને હૈદરાબાદમાં કોમર્શિયલ 5G ઇન્ટરનેટ સેવાનું પૂર્વ-પરીક્ષણ પણ સફળતાપૂર્વક કર્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x