રાજ્યમાં સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો: છેલ્લા ચાર દિવસમાં ઝીંકાયો આટલો વધારો
દિવસે ને દિવસે ખાદ્યતેલના (Edible oil) ભાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ સિંગતેલના (peanut oil) ભાવમાં રૂપિયા 35નો વધારો થયો છે. જોકે ગઈકાલે માત્ર 5 રૂપિયા ઘટ્યા હતા. એટલે કે ત્રણ દિવસમાં 30 રૂપિયા સિંગતેલ મોંઘુ થયું છે. બીજી તરફ કપાસિયા તેલના (cottonseed oil) ભાવ છેલ્લા 4 દિવસમાં 40 રૂપિયા વધ્યા છે. હવે કપાસિયા તેલનો ભાવ વધીને 2090 થયો છે.
જણાવી દઈએ કે માર્કેટમાં કપાસના રેકોર્ડ બ્રેક ભાવના કારણે કપાસિયા તેલ દિવસેને દિવસે મોંઘુ થતું જઈ રહ્યું છે. તો બીજી તરફ સિંગતેલમાં પણ મગફળીની આવકની અસર ભાવ પર પડી છે. સિંગતેલના ભાવ પણ દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે.
તો આ ભાવવધારાના કારણે મધ્યમવર્ગના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જાહેર છે કે મોંઘવારીના આ જમાનામાં સામાન્ય માણસોને જીવન નિર્વાહ પણ એક સમસ્યા બની ગઈ છે. જીવન જરૂરીયાતની વસ્તુઓમાં પણ મબલખ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG ના ભાવ વધારાના કારણે માધ્યમ વર્ગના પરિવારની કમર તૂટી ગઈ છે.