ગુજરાત

અમદાવાદ શહેરની સુંદરતામાં થશે વધારો, કોર્પોરેશને લીધો આ મોટો નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને(AMC)શહેરના 37 તળાવોની સાફ સફાઇ કરીને શહેરની  સુંદરતામાં(Beutification) વધારો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હાલ અમદાવાદ (Ahmedabad)શહેરના મોટાભાગના તળાવોમાં(Lake) ગંદકી અને આસપાસ ગેરકાયદે વસવાટના પ્રશ્નો પણ વ્યાપક છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના 37 તળાવોને સફાઇ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તળાવની અંદાજિત રૂ. 4.40 કરોડના ખર્ચે સફાઈ

જેમાં શહેરના ચંડોળા તળાવ  સહિત અલગ અલગ ઝોનના કુલ 37 જેટલાં તળાવની અંદાજિત રૂ. 4.40 કરોડના ખર્ચે સફાઈ કરવામાં આવશે. જેમાં મહિનામાં એક વખત તળાવની સફાઈ કરવાની રહેશે. તળાવમાં કચરો જમા ન થાય એનું દરરોજ ધ્યાન રાખવાની પણ કોન્ટ્રેક્ટરની જવાબદારી રહેશે.

ત્યારે શહેરમાં આવેલાં તળાવોનું બ્યુટિફિકેશન અને સફાઈ કરવાની સૂચના આપી હતી, જેને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના બે વર્ષ માટે તળાવોની સફાઈ કરવા માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ખાલી ચંડોળા તળાવની સફાઈ પાછળ રૂ. 24 લાખ ખર્ચવામાં આવશે. સૌથી વધુ રૂ. 1 કરોડના ખર્ચે દક્ષિણ ઝોનમાં આવતાં 10 તળાવની સફાઈ થશે, જેમાં માત્ર લાંભા વોર્ડમાં જ 6 તળાવ આવેલાં છે.

કોન્ટ્રાકટરને પેનલ્ટી ભરવાની પણ જોગવાઈ કરવામાં આવી

ત્યાર બાદ મહિનામાં સફાઈ માટે જરૂરી પ્લાનિંગ કરી અને તરતો કચરો, લીલ, વેલ, ઘાસ દૂર કરવાનાં રહેશે. તળાવના ઢાળ પર બિનજરૂરી વેજિટેશન ન થાય એ માટે દરરોજ ચેક કરવાનું રહેશે. કચરાનો નિકાલ રેફ્યુજ સ્ટેશન અથવા નિયત જગ્યાએ ન થાય અથવા તળાવની શરતો મુજબ સફાઇ કરવામાં નહિ આવે તો કોન્ટ્રાકટરને પેનલ્ટી ભરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.તેમજ સફાઇ દરમ્યાન મજૂરોને કાયદા મુજબ જરૂરી સલામતીનાં સાધનો પણ પૂરાં પાડવાનાં રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x