Uncategorized

વર્ષ 2022 માં કેવું દેખાશે Instagram, એપમાં આવશે ક્યા ક્યા ફિચર ? જાણો અહીં

વર્ષ 2021 પૂરુ થઈ ગયું છે અને તેની સાથે નવા વર્ષમાં તમારી મનપસંદ એપ ઈન્સ્ટાગ્રામમાં વધુ સુધારો થશે. નવા વર્ષની શરૂઆત પહેલા, Instagram CEO આદમ મોસેરીએ ખાસ વાતને શેર કરી છે. જેમાં 2022 માં ફોટો અને વીડિયો-શેરિંગ પ્લેટફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ટ્વિટર પર 2.22-મિનિટના લાંબા વીડિયોમાં, મોસેરી ચાર બાબતોને હાઇલાઇટ કરી છે. જેમાં ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓને વીડિયો, મેસેજિંગ, ટ્રાન્સપરેન્સી અને ક્રિએટરમાં બદલાવ જોવા મળશે.

વીડિયો વિશે વાત કરતા, Instagram ના CEOએ કહ્યું કે 2022 માં, કંપની તેના તમામ વીડિઓ પ્રોડક્ટ્સ સુધારશે અને રીલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેઓએ વીડિયોમાં જણાવ્યું કે, “અમે વીડિઓ પર અમારું ધ્યાન બમણું કરવા જઈ રહ્યા છીએ, અમે હવે માત્ર ફોટો-શેરિંગ એપ્લિકેશન નથી અને રીલ્સની આસપાસના અમારા તમામ વીડિઓ ફોર્મેટમાં સુધારો કરીશું અને તે પ્રોડ્ક્ટસ વિકસાવવાનું ચાલુ રાખીશું,”

એડમ મોસેરી (Adam Mosseri)એ પણ પોતાની વાતમાં મેસેજિંગના મહત્વ વિશે જણાવ્યું. જો કે, તેણે તે શેર કર્યું નથી કે Instagram તેના પ્લેટફોર્મ પર મેસેજિંગને કેવી રીતે સુધારશે. તેમણે કહ્યું કે કંપની આના પર વિશેષ ધ્યાન આપશે. મોસેરીએ કહ્યું, ‘અમે મેસેજિંગ પર પણ ઘણું કામ કરવાના છીએ. આ દિવસોમાં લોકો ઓનલાઈન કનેક્ટ થવાની સૌથી મહત્વપૂર્ણ રીતોમાંની એક મેસેજિંગ છે અને અમને લાગે છે કે લોકો તેમના મિત્રો સાથે કનેક્ટ થવા માટે Instagram શ્રેષ્ઠ સ્થાન બની શકે છે. ઇન્સ્ટાગ્રામને એ હકીકતને માનવાની જરૂર છે જે મેસેજિંગ કમ્યૂનિકેશનનો જરૂરી ભાગ છે.’

એક ખાસ વસ્તુ જેના પર 2022માં ઈન્સ્ટાગ્રામ કામ કરશે તે છે નિયંત્રણ. આ સાથે, વપરાશકર્તાઓને પ્લેટફોર્મ પર વધુ પારદર્શિતા મળશે. Instagram CEOએ કહ્યું. “અમને લાગે છે કે લોકો માટે Instagram કેવી રીતે કામ કરે છે તે સમજવું મહત્વપૂર્ણ છે,”

મોસેરીએ જણાવ્યું કે કેવી રીતે વર્ષ 2022 તેના પ્લેટફોર્મ પર ક્રિએટર્સને વધુ કમાણી કરવા માટે વધુ સુવિધાઓ આપશે. સૌથી જરૂરી ચીજમાં જે અમે કરી શકીએ છીએ તે છે અમારા પ્લેટફોર્મ પર પૈસા કમાવવામાં મદદ કરવી અને તેથી ઘણા નવા ક્રિએટર્સ મોનેટાઈઝ પ્રોડક્ટ હશે. તેઓએ કહ્યું, “આપણે ઇન્સ્ટાગ્રામ શું છે તે વિશે વિચારવું પડશે, કારણ કે વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે અને આપણે તેની સાથે બદલવું પડશે.”

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x