AAP નેતા યુવરાજ સિંહે કર્યો મોટો ધડાકો, વધુ એક ભરતી કૌભાંડનો આરોપ
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ધડાકો કર્યો છે. તેમણે ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે, તેમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગોમાં ગેરરીતી થઈ હોવાનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે આજરોજ જે પરીક્ષા ચાલી રહી છે તેના સ્પષ્ટીકરણ અને કૌભાંડ આચરવામાં આવ્યું છે તેના પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વિગતવાર માહિતી આપીને અનેક મોટા ખુલાસાઓ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે અમારી ટીમને કોઈ જાતિ, જ્ઞાતિ, વ્યવસાય કે અધિકારીઓ પ્રત્યે કોઈ રોગદ્રેષ નથી. અમે ફક્તને ફક્ત વિદ્યાર્થીઓના હિતમાં રાખીને અમે રજૂઆત કરીએ છીએ.
છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે, તેમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગોમાં ગેરરીતી થઈ હોવાનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે. જેની ક્ષતિઓ બહાર લાવવાનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે આજે રાજ્યમાં જે પરીક્ષા ચાલી રહી છે, તેમાં પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. યુવરાજ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લાં 3 વર્ષમાં ઉર્જા વિભાગની ભરતીમાં મોટાપાયે કૌભાંડ આચરવામા આવ્યા છે. અત્યારે અલગ અલગ કેન્દ્રો પર ભરતી ચાલી રહી છે.
ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે તેમાં એક જ સિકવન્સમાં એક સરખા માર્ક્સ આવ્યા છે. આ ઉપરાંત એક જ ગામના 18 લોકોને નિમણૂંક આપવામાં આવી, જે અશક્ય છે. PGVCL, DGVCL, UGVCLમાં ભરતીની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે. જેમાં કોમ્પ્યુટર હેક કરીને કંટ્રોલ રૂમમાંથી જવાબો આપવામાં આવે છે. મારી પાસે તમામ આધારભૂત પુરાવા રૂપે ઑડિયો અને વીડિયો રેકોર્ડિંગ છે.
તેમણે જણાવ્યું કે GETCO ની ભરતીમાં આર્થિક લાભથી કૌભાંડ આચરાયું હોવાનો આરોપ લગાવ્યો છે. જેનું એપીસેન્ટર અરવલ્લી અને બાયડ હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે GETCO ની ભરતીમાં એક જ ગામના 18 પરિક્ષાર્થીઓને નિમણૂંક આપી હોવાનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે GETCO ની ભરતીમાં એક જ ગામના 18 પરિક્ષાર્થીઓને નિમણૂંક આપવી તે ક્યારેય શક્ય નથી. આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે, ત્યારે ઓનલાઈન પરીક્ષામાં પણ કૌભાંડ ચાલી રહ્યું છે.
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે,2021માં લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને એક સરખા માર્ક અપાયા છે. વચેટિયાઓ અવધેશ પટેલ, ધનસુરાના શિક્ષક અરવિંદ પટેલ, શ્રીકાંત શર્મા વડોદરાની સંડોવણી હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે એજન્સીના મળતીયાઓ સાથે સંપર્ક રાખીને આ લોકો કૌભાંડ કરી રહ્યા છે. અજય પટેલ બાયડમાં ક્લાસીસ ચલાવે છે. જ્યારે હર્ષ નાઈ પણ શિક્ષક છે