મહારાષ્ટ્રના સચિવનો પત્ર:ત્રીજી લહેર કે ઓમિક્રોનને સામાન્ય ગણાવવાની ભૂલ ન કરો, નહીંતર…
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે અને તેમાં પણ મહારાષ્ટ્રમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યાં છે તે ચિંતાનો વિષય છે. એવી શક્યતા જોવામાં આવી રહી છે કે આ લહેરમાં દર્દીઓની સંખ્યા લાખોમાં આવી શકે છે. એવામાં મહારાષ્ટ્ર સરકારે કડક અમલવારીને લઈને ખાસ ગાઇડલાઈન જાહેર કરી છે. મહારાષ્ટ્ર પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ.પ્રદીપ વ્યાસે અધિકારીઓને એક પત્ર લખ્યો છે. વ્યાસે આ પત્રમાં જે કંઈ લખ્યું છે અમે તેને યથાવત રાખ્યો છે કેમકે અમને લાગે છે કે આ તમારા માટે ઘણું જ જરૂરી છે. ભલે જ પછી તમે મહારાષ્ટ્રના હોવ કે દેશના કોઈ પણ રાજ્યના.
ડૉ. વ્યાસે લખ્યું છે કે, ‘તમે બધાં રાજ્યમાં કોવિડ પોઝિટિવની વધતી સંખ્યાને લઈને માહિતગાર હશો. જે રીતે આ નવા કેસ વધી રહ્યાં છે, ત્યારે હાલના ટ્રેન્ડ પર એવી શક્યતા જોવામાં આવી રહી છે કે જાન્યુઆરી 2022ના ત્રીજા સપ્તાહ સુધીમાં લગભગ 2 લાખ એક્ટિવ પેશન્ટ હશે. જેમાંથી હોસ્પિટલમાં એડમિટ થનારાઓ અને સંક્રમણ રોકવા માટે અલગથી દિશા નિર્દેશ જાહેર કરવામાં આવશે.’
તેમને વધુમાં લખ્યું છે કે, ‘હું તમને વિનંતી કરું છું કે સોશિયલ મીડિયા/પ્રિન્ટ/ઈલેક્ટ્રોનિક મીડિયા રિપોર્ટના આધારે નિશ્ચિંત ન બનો, જેમાં એવું જણાવવામાં આવે છે કે ઓમિક્રોન એક સામાન્ય વેરિયન્ટ છે. આપણે તર્કસંગત અને વૈજ્ઞાનિક રીતે વિચારવાની જરૂરિયાત છે. જો કે હજુ સુધીના જીનોમ સીક્વેન્સિંગના રિઝલ્ટ એવું દર્શાવે છે કે હાલના સમયમાં સંક્રમિત થયેલા 70% લોકોમાં ડેલ્ટા વેરિયન્ટ જ છે. આ આંકડા દરેક જિલ્લામાં અલગ અલગ છે.’