રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિતા
આ દિવસોમાં ગુજરાતમાં ફરી માવઠું થવાની આગાહી છે. આગાહીના દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની (western disturbance) અસર જોવા મળી રહી છે. જી હા આગાહી વચ્ચે રાજ્યમાં આજે વહેલી સવારે કમોસમી વરસાદ જોવા મળ્યો. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદે દેખાડો દીધો. તો બીજી તરફ વહેલી સવારથી જ અમદાવાદમાં (Ahmedabad) પણ માવઠાનો માહોલ સર્જાયો.
જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં પલટો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. સાથે સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થવાની પણ આગાહી હતી. તો માવઠાના કારણે ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ પણ જોવા મળી રહી છે.
5 જાન્યુઆરીથી રાજ્યમાં પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છે. મહેસાણા, પાટણ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. તો 6 જાન્યુઆરીએ અમદાવાદમાં હળવો વરસાદ જોવા મળ્યો.