સુપ્રીમ કોર્ટના આટલા જજ આવ્યા કોરોના પોઝિટિવ આવ્યા
કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટ સુધી કોરોના પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટના બે જજ કોરોનાથી સંક્રમિત થયા છે. બેમાંથી એક જજ હોસ્પિટલમાં દાખલ થયા છે, જ્યારે અન્ય એક જજ હોમ ક્વારન્ટાઈન થયા છે. મળતી માહિતી મુજબ તેઓ ઝડપથી રિકવર થઈ રહ્યા છે. કોર્ટના કેટલાક રજિસ્ટ્રાર પણ પોઝિટિવ આવ્યા છે. ઉપરાંત મહારાષ્ટ્રમાં ડોક્ટરો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.મહારાષ્ટ્ર સ્ટેટ એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ (MARD)ના અધ્યક્ષ ડોક્ટર અવિનાશ દહિફલેએ જણાવ્યું કે વિભિન્ન હોસ્પિટલોના કુલ 338 રેસિડેન્ટ ડોક્ટરો છેલ્લા 4 દિવસમાં કોરોના વાયરસથ સંક્રમિત થયા છે.
ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે અને કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસ દરરોજ લગભગ બમણા થઈ રહ્યા છે. દેશમાં ગુરુવારે કોરોનાના નવા એક લાખથી વધુ કેસ નોંધાયા હતા, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૬,૦૦૦ કેસ સામે આવ્યા હતા. ઉપરાંત દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં પણ એક જ દિવસમાં ૧૫-૧૫ હજાર કેસ નોંધાયા હતા. આ સિવાય તામિલનાડુ, કર્ણાટક, કેરળ સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.