સરકારની નવી ગાઈડલાઈન જાહેર, ધો.1 થી 9 ના ક્લાસ બંધ કરાયા, જાણો વધુ વિગતો
ગાંધીનગર :
રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના 4000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે વાઇબ્રન્ટ સમિટ સહિતના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. હવે રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી છે. આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. 10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ કરવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરી છે. છેલ્લે કોરોનાની બીજી લહેર દરમિયાન મે અને જૂન, 2021માં ગુજરાત સરકારે કોરોનાની ગાઈડલાઈન બહાર પાડી હતી. હવે આઠ મહિના પછી ફરી એવી સ્થિતિ સર્જાઈ છે.
અગાઉ રાજ્ય સરકારે કેન્દ્રના આરોગ્ય વિભાગ સાથે કોરોનાની સમીક્ષા કરી છે. તેની સાથે સાથે ગૃહ, આરોગ્ય, શિક્ષણ અને સામાન્ય વહીવટી વિભાગની પણ બેઠક મળી હતી. જ્યારે મુખ્ય સચિવ પંકજ કુમારે મ્યુનિસિપલ કમિશનરો અને કલેક્ટરો સાથે સતત બે દિવસ સુધી બેઠક યોજી હતી. આજે(7 જાન્યુઆરી) રાત્રે 12 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ સહિતની કોરોનાની ગાઈડલાઈન્સની સમયમર્યાદા પૂરી થઈ રહી છે. ત્યારે સરકાર આજે નવી ગાઈડલાઈન્સ જાહેર કરશે. મુખ્યમંત્રીના બંગલોએ કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ધોરણ 1થી 8ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવા અંગે તથા રાત્રિ કર્ફ્યૂ સહિતના નવા નિયંત્રણોની ગાઇડલાઇન અંગે નિર્ણય કરવામાં આવશે.
હાલ ગુજરાતમાં સંક્રમણની ગંભીરતાને જોતા નવી SOPમાં રાત્રિ કર્ફ્યૂ હાલનો રાતના 11થી 5વો કર્ફ્યૂ રાતના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો થવાની પ્રબળ સંભાવના છે. એટલે કે લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે માત્ર 9 વાગ્યા સુધી જ ખુલ્લાં રાખી શકાશે. આ ઉપરાંત શિક્ષણ સંસ્થાઓને ચાલુ રાખવી કે હાલ ઓફલાઈન શિક્ષણ સદંતર બંધ કરી દેવું તે અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે.
નવા વર્ષની શરૂઆતથી રાજ્યમાં કોરોનાના કેસની સ્પીડ રોકેટગતિએ વધી રહી છે. ખાસ કરીને અમદાવાદ તેમજ સુરતમાં સંક્રમણનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. બીજી તરફ, આજે સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ સહિતની કોરોનાની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે. એમાં રાત્રિ કર્ફ્યૂમાં 2થી 3 કલાક સુધીનો વધારો તેમજ વેપાર-ધંધામાં પણ કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે. હાલમાં રાત્રે 11 વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ રાખી શકાય છે, જેમાં ફેરફાર કરીને આવતીકાલથી રાત્રે 9 વાગ્યા સુધી જ ચાલુ રહેશે, એવી SOP બની શકે છે, સાથે જ 8 મહાનગરમાં 9 વાગ્યા સુધી રેસ્ટોરાં ખુલ્લી રહેશે.
આ પહેલાં રાજ્ય સરકારે 25મી ડિસેમ્બરથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નવી ગાઈડલાઈન્સ 31મી ડિસેમ્બર સુધીની હતી.