આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ભારત 2030 સુધીમાં જાપાનને પાછળ ધકેલી વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશે, જાણો વિગતવાર

અર્થતંત્રના નિષ્ણાનાતો અનુસાર આ દાયકો ભારતના નામે થવા જઈ રહ્યો છે. સ્થાનિક અર્થવ્યવસ્થા દાયકા દરમિયાન વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે એટલું જ નહીં, તે 2030 સુધીમાં જાપાનને પછાડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. શુક્રવારે IHS માર્કેટ દ્વારા જાહેર કરાયેલા એક અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. આ રિપોર્ટમાં ભારતની તરફેણમાં બીજી ઘણી બાબતો લખવામાં આવી છે જે ભવિષ્યને લઈને ખૂબ જ સકારાત્મક છે.

હાલ ભારત છઠ્ઠા ક્રમે

રિપોર્ટમાં એવો અંદાજ છે કે વર્ષ 2030 સુધીમાં ભારત જાપાનને પાછળ છોડી એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નું કદ જર્મની અને યુકે કરતાં પણ વધારે હશે અને ભારત ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. વિશ્વના અર્થતંત્રમાં ભારત હાલમાં અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને યુકે પછી વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

GPD 8,400 અબજ ડોલર થવાનો અંદાજ

IHS માર્કેટ્સ દ્વારા શુક્રવારે જારી કરાયેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દાયકો ભારતીય અર્થતંત્ર માટે ઘણો સારો રહેવાની સંભાવના છે. અહેવાલ મુજબ ભારતનું જીડીપીનું બજાર મૂલ્ય 2021માં 2,700 અબજ ડોલરથી વધીને 2030 સુધીમાં 8,400 અબજ ડોલર થવાનો અંદાજ છે. એટલે કે આ સમયગાળા દરમિયાન સ્થાનિક અર્થતંત્રમાં 3 ગણાથી વધુ વૃદ્ધિ થવાનો અંદાજ છે. આ ઝડપી વૃદ્ધિ સાથે ભારતીય જીડીપીનું કદ 2030 સુધીમાં જાપાન કરતાં વધી જશે, જેનાથી ભારત એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ચીન પછી બીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનશે. તે જ સમયે તે સમય સુધીમાં ભારતનો જીડીપી કદના સંદર્ભમાં જર્મની, ફ્રાન્સ અને બ્રિટનને પાછળ છોડી ગયો હશે.

શા માટે ઝડપી વૃદ્ધિ થશે?

એકંદરે ભારત આગામી દાયકામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહે તેવી શક્યતા છે એમ બજારના અહેવાલમાં જણાવાયું છે. રિપોર્ટ અનુસાર લાંબા ગાળે સ્થાનિક અર્થતંત્ર સાથે સંકળાયેલા ઘણા પરિબળો આ ઝડપી ગતિને સમર્થન આપશે. આમાં સૌથી મહત્ત્વનો દેશનો ઝડપથી વિકસતો મધ્યમ વર્ગ હશે. આના કારણે ભારતમાં ઉપભોક્તા ખર્ચમાં જોરદાર વધારો થશે. એવો અંદાજ છે કે વર્ષ 2030 સુધીમાં દેશનો ઉપભોક્તા ખર્ચ બમણો થઈ જશે જે અર્થતંત્રને 3 ગણો વૃદ્ધિ કરવામાં પણ મદદ કરશે. રિપોર્ટ અનુસાર ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 2020-21માં 7.3 ટકાની સામે 8.2 ટકા પ્રતિ વર્ષ રહેવાનો અંદાજ છે.

ads image

One thought on “ભારત 2030 સુધીમાં જાપાનને પાછળ ધકેલી વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશે, જાણો વિગતવાર

  • હસવું આવે છે જે 2014 માં હતું એ પણ નથી

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x