ગાંધીનગરમાં આજે કુડાસણ ખાતે શિવાલય ગૃપ દ્વારા થેલેસેમિયાના બાળકો માટે રક્તદાન શિબિર યોજાશે
ગાંધીનગર :
થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન આગામી તારીખ 9 મી જાન્યુઆરીના રોજ ધ લેન્ડમાર્ક, કંસાર રેસ્ટોરેન્ટની સામે, કુડાસણ ખાતે સવારે 8:30 થી 2:30 દરમિયાન કરવામાં આવ્યું છે.
એસ. આર. પટેલ મેડિકલ ફાઉન્ડેશનના ઉપક્રમે શિવાલય ગ્રુપ દ્વારા અને શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટના સહયોગથી આ રક્તદાન કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ડે કેર સેન્ટર ચલાવવામાં આવે છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને વારંવાર રક્તની જરૂર પડતી હોય છે. આ બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. આ કેમ્પમાં 200 બોટલ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય છે. એસ. આર. પટેલ મેડિકલ ફાઉન્ડેશનના શ્રી અમિતભાઇ પટેલ અને શ્રી મિતેશભાઇ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ આવા જ સેવાકાર્યો ચાલુ રહેશે તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. વધુ વિગતો માટે અને આ સેવાકાર્યોમાં જોડાવવા માટે આકાશ પટેલનો સંપર્ક મોબાઇલ નંબર 9909280666 પર કરી શકાશે.