રાષ્ટ્રીય

જાણો કયા રાજ્યોમાં કોરોના વેક્સિનના સર્ટિફિકેટ ઉપર PM મોદીનો ફોટો કઢાયો

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સહિત 5 રાજ્યોમાં જ્યાં વિધાનસભાની ચૂંટણી (Assembly Election) યોજાવા જઈ રહી છે, ત્યાં કોવિડ-19 રસીકરણ (Corona Vaccine) પ્રમાણપત્ર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) કોઈ તસવીર નહીં હોય, કારણ કે ત્યાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રસીના પ્રમાણપત્રમાંથી નરેન્દ્ર મોદીની તસવીર હટાવવા માટે CoWIN પ્લેટફોર્મ પર જરૂરી ફિલ્ટર્સ સ્થાપિત કરશે.

આદર્શ આચારસંહિતા અમલમાં આવી

ચૂંટણી પંચે શનિવારે જાહેરાત કરી હતી કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી સાત તબક્કામાં યોજાશે અને મતગણતરી 10 માર્ચે થશે. ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત સાથે, સરકારો, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.

એક સત્તાવાર સૂત્રએ સમાચાર એજન્સીને જણાવ્યું કે, પાંચ ચૂંટણી રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ થવાને કારણે, આરોગ્ય મંત્રાલય કોવિન પ્લેટફોર્મ પર જરૂરી ફિલ્ટર્સ સ્થાપિત કરશે જેથી કરીને લોકોને કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રોમાંથી વડાપ્રધાનની તસવીર હટાવવામાં આવે. માર્ચ 2021 માં, આરોગ્ય મંત્રાલયે કેટલાક રાજકીય પક્ષોની ફરિયાદોને પગલે ચૂંટણી પંચના સૂચન પર આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં ચૂંટણી દરમિયાન સમાન પગલાં લીધાં હતાં.

15 જાન્યુઆરી સુધી ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ

ચૂંટણી પંચે (Election Commission) શનિવારે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશમાં આ વખતે સાત તબક્કામાં મતદાન પૂર્ણ થશે અને તે 10 ફેબ્રુઆરીથી શરૂ થશે અને અંતિમ તબક્કાનું મતદાન 7 માર્ચે યોજાશે. બીજી તરફ ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થશે. તમામ રાજ્યોના ચૂંટણી પરિણામો 10 માર્ચે આવશે.

પંચની આ જાહેરાત સાથે જ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, પંજાબ અને ગોવામાં પણ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. કોવિડ-19 સંક્રમણના વધતા જતા કેસ અને તેના નવા પ્રકાર ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ડિજિટલ માધ્યમથી પ્રચાર કરવા પર ભાર મૂક્યો અને એ પણ કહ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર કોઈપણ પ્રકારની રેલી કે જાહેર સભાનું આયોજન કરી શકશે નહીં. 15 જાન્યુઆરી સુધી રોડ શો, પદયાત્રા કે સાયકલ કે બાઇક રેલી કે શેરી સભા જેવા કાર્યક્રમો યોજવામાં આવશે નહીં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x