કોરોનાના કહેર વચ્ચે આણંદમાં કિર્તીદાન ગઢવીનો ડાયરો યોજાયો, ભાજપના મંત્રી-ધારાસભ્ય રહ્યા હાજર
આણંદઃ
ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાત સરકાર ફરી એકવાર સતર્ક થઈ છે અને લોકોને સાવચેતી રાખવા માટે સલાહ આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ લોકોને કોરોના ગાઇડલાઇનું પાલન કરવા કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં એક પછી એક એવા કાર્યક્રમો સામે આવી રહ્યા છે, જેમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ કરવામાં આવી રહ્યો છે. આણંદના કલમસરમાં લોક કલાકાર કિર્તીદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને ધારાસભ્ય મયુર રાવલ પણ આ ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા. ડાયરામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. માસ્ક અને સોશિયલ ડિસ્ટંસનનું કોઈ પાલન નહીં.