ગુજરાત

હવે પોલીસમાં પણ નો-રીપીટ થિયરી! રાજયમાં સૌથી ખરાબ કામગીરી કરતા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ બદલાશે

અમદાવાદ :
રાજયમાં હવે પોલીસ વિભાગમાં પણ નો રીપિટ થિયરી લાગુ પડશે. ?? સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં સૌથી બદમાન પોલીસ સ્ટેશન અને તેનો આખો સ્ટાફ બદલી દેવામાં આવશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગર સહિતની મેગા સિટીમાં ટૂંક સમયમાં કવાયત હાથ ધરાશે તેવું જાણવા મળ્યું છે. ?? આ અંગે ગૃહવિભાગે રાજ્યભરના તમામ પોલીસ સ્ટેશનનો વિગતો મંગાવી છે. જેથી રાજ્યમાં સૌથી ખરાબ કામગીરી કરતા પોલીસ સ્ટેશનમાં રાઈટરથી માંડીને પીઆઈ સુધીનો સંપૂર્ણ સ્ટાફ બદલી નાખવામાં આવશે. ??? રાજ્યભરમાં ચોક્કસ વિસ્તારોના પોલીસ સામે આવી રહેલી સતત ફરિયાદો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.?મીડિયા રિપોર્ટ મુજબ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના સૌથી વધુ આક્ષેપો થાય છે?? તથા પણ પોલીસ વિભાગમાં પોલીસને છબીને લઈને ઘણી વાર સવાલ ઊભા થયા છે જેના આધારે પોલીસ તંત્રની છાપ સુધારવા માટે હવે ગૃહ વિભાગ આકરાં પગલાં લેવા જઇ રહ્યું છે. ? શહેરી વિસ્તારોમાં જે પોલીસ સ્ટેશનની હદમાં ગુનાખોરી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ ફુલીફાલી હશે તેવા બદનામ પોલીસ સ્ટેશનોનો સંપૂર્ણ સ્ટાફ બદલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના દરેક મોટા શહેરોમાં કેટલાક પોલીસ સ્ટેશનો બદનામ થઇ ચૂકયા છે. ??એનો મતલબ એ છે કે તે વિસ્તારોમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય છે. જેથી આ પ્રકારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે ભારતભરમાં સૌપ્રથમ પોલીસ તંત્રમાં સુધારો લાવવા માટે આ નક્કી કરવામાં આવ્યું છે.? ગુજરાતમાં સૌપ્રથમ સુરતથી આ ડ્રાઇવ શરૂ થશે અને બાદમાં અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. કેવું ગૃહ મંત્રાલય સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું ઘણીવાર એવું પણ સામે આવ્યું છે કે, પોલીસ સ્ટેશનના પીઆઇ બદલવાથી સ્થિતિ હોવા છતાં બદલાતી નથી કેમ કે તેના હાથ નીચેનો સ્ટાફ આવી પ્રવૃત્તિમાં મદદરૂપ હોય છે. ? રાજ્યભરમાં તેથી આવા પોલીસ સ્ટેશનોની યાદી તૈયાર કરવામાં આવી છે અને ત્યાં PI, PSI, રાઇટર, હેડ કોન્સ્ટેબલથી માંડીને ડ્રાઇવર સહિતનો તમામ સ્ટાફ બદલી નાંખવામાં આવશે.? હાલમાં ગૃહ મંત્રાલયમાં ચર્ચાના જોર પકડી હોવાનું પણ જાણવા મળ્યું છે આગામી દિવસમાં ભ્રષ્ટાચાર નાબૂદ સરકાર નો પરિપત્ર ને ધ્યાનમાં રાખીને સરકારે હવે એ દિશામાં આગળ વધી રહી છે આગામી 2022માં ઇલેક્શન આવી રહ્યું છે વિધાનસભાનું જેને અનુલક્ષીને પ્રજાલક્ષી કાર્યો માટે પણ આ એક મહત્વનું પાસું હોવાનું માનવામાં આવી રહ્યું છે સૌપ્રથમવાર દેશમાં પોલીસ સ્ટેશન માં મોટાપાયે ફેરફાર ની તો વાત થતી હોય તો સરકાર તેમાં કેટલી સક્ષમ થાય છે તે તો આવનાર દિવસોમાં જ ખબર પડશે ??

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x