ગાંધીનગરગુજરાત

1000 નવી ST બસો ખરીદાશે, અમદાવાદ સુરત 8 લેન બનાવાશે

ગાંધીનગર માં મળેલી કેબિનેટની બેઠક  માં લોકોની સુવિધા માટેના નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં 1000 નવી એસટી બસો ખરીદવાની અને કોસ્ટલ હાઈવે બનાવવા ઉપરાંત ભરૂચ ખાતે થતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ભરૂચ ઊંભેળ ખાતે  વધુ એક પૂલ બનાવવાનો અને અમદાવાદ-સુરત હાઈવેને 8 લેન બનાવાશે ઉપરાંત કોસ્ટલ હાઈવે બનાવવા સહિતના કામેનાં નિર્ણય કરાયા છે.

કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કેબિનેટ બેઠકમાં વાહનવ્યવહાર મંત્રી દ્વારા મુકાયેલા બસો ખરીદવા અંગેના પ્રસ્તાવને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ  એ મંજૂરી આપી છે. જે અંતર્ગત 1000 નવી ST બસો ખરીદવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત 500 સુપર એક્સપ્રેસ બસો ફાળવવાનો નિર્ણય કરાયો છે. જેમાં મોબાઈલ ચાર્જર અને આકર્ષક લુકવાળી હશે. 300 બસો મોબાઈલ ચાર્જર અને રિડિંગ લાીટવાળી બસો તથા રાત્રી મુસાફરી કરતા લોકો માટે 200 સ્લિપર કોચ બસો પણ ફાળવવામાં આવશે.

પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી  થી શબરી ધામ સુધી 218 કિમી સુધી 1570 કરોડના ખર્ચે ટુરિઝમ સર્કિટ બનાવાશે. આ ઉપરાંત સાપુતારાનું અલગ ટુરિઝમ સર્કિટ બનાવશે જેથી રાજ્યમાં ટુરિઝમને વધુ વેગ મળશે.

1600 કિમીના દરિયાકાંઠે 2460 કરોડના ખર્ચે કોસ્ટલ હાઇવે બનશે

જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ગુજરાતના 1600 કિલોમિટરના દરિયા કિનારે પ્રવાસન સ્થળની જોડતા અને સુવિધાઓમાં વધારો કરતા એક કોસ્ટલ હાઈવ બનાવવામાં આવશે. આ કોસ્ટલ હાઈવે  2440 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. અત્યારે જે કોસ્ટલ હાઈવે છે તેનાથી અલગ એકદમ દરિયા કિનારા પર આ હાઈવે બનાવવામાં આવશે.

સુરત ગેસકાંડમાં કડક પગલાંનાં આદેશ અપાયા

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સુરતમાં ઝેરી કેમિકલ કાંડમાં કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. આમાં જે પણ દોષીત છે તે તેમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ સુરત વચ્ચેના હાઈવેને 8 લેનનો બનાવવા અને ભરચ ખાતે થતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ભરૂચના ઊંભેણ ખાતે વધુ એક પુલ 27 કરોડના ખર્ચે બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x