આરોગ્યગુજરાત

અમદાવાદ: કોરોનાની બીજી લહેર જેવાં દૃશ્યો આવ્યા સામે, કોરોના ટેસ્ટિંગ ડોમ પર લાઇનો લાગી

અમદાવાદ :

રાજ્યમાં કોરોનાએ પીક પકડી છે, અગાઉની બંને લહેરની તુલનાએ ત્રીજી લહેરમાં રેકોર્ડબ્રેક કેસ આવી રહ્યા છે. ગઈકાલે અમદાવાદમાં પણ 6000થી વધુ કેસ નોંધાયા, જે અત્યારસુધીની ત્રણેય લહેરના સૌથી વધુ કેસ છે. ત્યારે હજુ આગામી દિવસમાં પણ કેસમાં વધારો થઈ શકે છે. શહેરમાં કોરોના ટેસ્ટિંગ ડોમ પર આજે પણ લાંબી ભીડ જોવા મળી હતી. ગત વર્ષે બીજી લહેર વખતે પણ શહેરમાં ટેસ્ટિંગ માટે આ પ્રકારની લાઈનો લાગતી હતી. ત્યારે ત્રીજી લહેરમાં પણ ફરી વખત એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.

ત્રીજી લહેરમાં આવતા કેસોમાં ગંભીરતા નથી, પરંતુ લોકોમાં કોરોનાને કારણે ડર છે, જેથી સામાન્ય લક્ષણો આવતા કે કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલી વ્યક્તિ રિપોર્ટ કરાવવા જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેસ્ટિંગ ડોમ પર સવારથી જ લોકો ટેસ્ટ કરાવવા પહોંચે છે, જેને લઈને વસ્ત્રાપુર લેક પાસેના ડોમ પર પણ સવારથી જ ટેસ્ટ કરાવવા લાંબી લાઈન લાગી હતી. 30-35 લોકો ટેસ્ટ કરાવવા લાઈનમાં ઊભા હતા. ઉપરાંત ખાનગી લેબોરેટરીમાં પણ પૈસા ખર્ચીને પણ ટેસ્ટ કરાવવા લોકોની લાઈન લાગી હતી.

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગઈકાલે શહેરમાં 5998 અને જિલ્લામાં 80 મળીને કુલ 6078 કેસ નોંધાયા હતા. કોરોનાની ત્રણેય લહેરમાં પહેલીવાર એક જ દિવસમાં 6000થી વધુ કેસ નોંધાયા છે. આ પહેલાં 25 એપ્રિલ 2021ના રોજ 5,864 કેસ અમદાવાદમાં આવ્યા હતા. જ્યારે 3 દર્દીનાં ગઈકાલે કોરોનાથી મોત થયાં હતાં. શહેરમાં હાલ 105 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન એક્ટિવ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x