ગુજરાત

Gujarat માં 3437 તલાટી કમ મંત્રીની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, આજથી ફોર્મ ભરાશે

ગુજરાતમાં(Gujarat)  સરકારી ભરતી પ્રક્રિયા પેપર લીક થવાના સામે આવેલા કેસ અને તેની ચાલી રહેલી તપાસ વચ્ચે સરકારે વધુ એક ભરતી(Recruitment)  પરીક્ષાની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત રાજ્ય પંચાયત સેવા પસંદગી મંડળ રાજ્યમા તલાટી કમ મંત્રીની(Talati) જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજયમાં કૂલ 3437 જગ્યાઓ પર તલાટી કમ મંત્રીની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેની માટે 28 જાન્યુઆરીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત  ગુજરાત સરકાર આગામી સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી કરશે. જેમાં ધોરણ 1થી 5માં 1300 અને ધોરણ 6થી 8માં 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેનો લાભ ટેટ પાસ કરનારા ઉમેદવારોને મળશે. આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ  કહ્યું હતું કે  આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. તેમજ ગુજરાત સરકાર દરેક વિભાગમાં અલગ અલગ સ્તર ભરતી પ્રક્રિયા હાથ ધરી રહી છે. જેના યુવાનોને  રોજગારી તકો મળે છે.  આ ઉપરાંત સરકાર દ્વારા ગૃહ વિભાગમાં પણ લોક રક્ષક દળની ભરતી ચાલી રહી છે. તેમજ અલગ અલગ  વિભાગોમાં પણ સરકાર દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x