નેટવર્ક – PDEU ઉદ્યોગ જગતના લિડરોની સાથે કરિયર ફેસ્ટનું આયોજન
ગાંધીનગર :
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવાના ઉદ્દેશ્યથી, PDEU ખાતે ધી નેટવર્ક ક્લબના સ્થાપક અને પ્રમુખ પ્રિયમ શેઠ અને શિક્ષણ અને વ્યવસાયિક જગતના વિવિધ ઉદ્યોગ સાહસિકોના સહકાર સાથે બે દિવસીય કરિયર ફેસ્ટનું આયોજન કરશે જ્યાં વિશાળ કારકિર્દી પ્રત્યે સભાન વિદ્યાર્થીઓના સમુદાયને પ્રોફેશનલ વર્લ્ડમાં ઊંડી આંતરદૃષ્ટિ મેળવવા માટેની વ્યાવહારિક તક મળશે. રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓ બીજી ફેબ્રુઆરી 2022ના રોજ સાંજે 5 વાગ્યાથી અને ત્રીજી ફેબ્રુઆરી 2022ના રોજ સાંજે 4 વાગ્યાથી આ ઓનલાઈન ઓપન ઈવેન્ટમાં જોડાઈ શકે છે.
આવા પ્રકારનો પ્રથમ કરિયર ફેસ્ટ સૌથી મોટી ઈવેન્ટ બનવા જઈ રહી છે જેનો ઉદ્દેશ્ય પ્રત્યેક વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીની સંભાવનાઓ વિશે જાગૃત કરવાનો છે. વેબિનારો અને જૂથ ચર્ચાઓથી, આ ઇવેન્ટ પ્રથમ દિવસે જિજ્ઞાસુ વિદ્યાર્થીઓના પુષ્કળ પ્રશ્નો અને માહિતીને સંબોધિત કરશે જેમાં કેટલાક પ્રખ્યાત અને મહાન ઉદ્યોગસાહસિકો, ફિન-ટેક લીડર્સ અને અન્યો જેવા કે પેટીએમ મનીના સીઇઓ શ્રી વરુણ શ્રીધર, 5x TEDx speakerની સાથે કરિયર કીડાના સહ-સ્થાપક શ્રી દીપક પરિખ માહિતી આપશે. આ ઈવેન્ટના બીજા દિવસની શરૂઆત પેનલના સભ્યોની અધ્યક્ષતામાં પેનલ ચર્ચાઓ સાથે થશે જેમાં સ્ટાર્ટઅપ કોચ શ્રી જતીન કટારિયા કે જેઓ 100+ દેશોમાં સ્ટાર્ટઅપ/ઈનોવેશન ઈકોસિસ્ટમ અને નેટવર્ક ધરાવે છે, ઇમેજિંગ પાવરટ્રી પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ અને ફાઉન્ડર શ્રી વિવેક માખીજા અને શ્રી શનિ પંડ્યા, ડેલોઈટના ભાગીદાર ડૉ. સાવન ગોડિયાવાલા અને અને ઓએનજીસી ફાઉન્ડેશનના સીઇઓ-ડીએમ શ્રી કિરણ હાજર રહેશે.
“આવા પ્રકારની વિદ્યાર્થી-કેન્દ્રિત ઇવેન્ટ વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની જાગૃતિ ફેલાવવા માટે તૈયાર છે અને તેઓની શંકાઓને પણ દૂર કરે છે. PDEUના પ્રિયમ શેઠે ઉમેર્યું હતું કે, આ ઇવેન્ટે તેમને પોતાને અભિવ્યક્ત કરવા માટે એક જગ્યા આપશે ઉપરાંત તેઓને યોગ્ય દિશાઓ શોધવામાં મદદ કરશે જ્યાં તેઓ ઉંડે સુધી જઈ શકે.
PDEU માત્ર ગુણવત્તાયુક્ત શિક્ષણ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવામાં પણ અગ્રેસર રહ્યું છે અને OSAIL એ હંમેશા વિદ્યાર્થીઓના સમુદાયની વૃદ્ધિ અને વિકાસ કરવામાં મદદ કરી છે. વિજ્ઞાન, ટેક્નોલોજી, મેનેજમેન્ટથી લઈને હ્યુમેનિટીઝ સુધી, યુનિવર્સિટી વિદ્યાર્થીઓને તેમની ક્ષિતિજને વિસ્તૃત કરતી વખતે તેમની સંબંધિત શાખાઓમાં તફાવત લાવવામાં મદદ કરવા માંગે છે જેથી તેઓ વૈશ્વિક પર્યાવરણની સાથે તાલમેલ બેસાડી શકે. વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ પ્રોગ્રામોથી લઈને રિસર્ચ પ્રોજેક્ટ્સ સુધી, વિદ્યાર્થીઓ આ અલ્મા મેટરમાં વિદ્યાર્થીઓ કરતાં વધુ રહે છે.
કરિયર ફેસ્ટ પ્રેરણાદાયી વિષયોને આવરી લેશે જે માત્ર વિદ્યાર્થીઓના કારકિર્દી પરિપ્રેક્ષ્યને જ પરિવર્તિત નહી કરે ઉપરાંત તે ભવિષ્ય માટે તૈયાર સમુદાયનું પણ નિર્માણ કરશે જે તેમની શ્રેષ્ઠ ક્ષમતાઓમાં સંભવિત તકોનો મહત્તમ ઉપયોગ કરશે. સમગ્ર ભારતના તમામ વિદ્યાર્થીઓ માટે આ એક મુક્ત અને મફત વર્ચ્યુઅલ ઇવેન્ટ છે કારણ કે ધી નેટવર્ક વિદ્યાર્થી સમુદાયના સર્વાંગી વિકાસ માટે યોગદાન આપવામાં માને છે.
આ ફેસ્ટમાં 80 થી વધુ કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે. વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીના માર્ગનું આયોજન કેવી રીતે કરે છે અને તેઓ તેમના સંબંધિત ક્ષેત્રોમાં શક્યતાઓને કેવી રીતે સમજે છે તેમાં આ ઇવેન્ટ મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે.
વધુ વિગતો અને નોંધણી માટે, કૃપા કરીને મુલાકાત લો, www.thenetworkpdeu.com