કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા રહી છે જેના પગલે ફરીથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યાં
રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ વધતા યાત્રાધામ અંબાજી મંદિર (Ambaji temple) 15 જાન્યુ. થી 31 જાન્યુઆરી સુધી બંધ કરાયુ હતુ. જોકે હવે કોરોનાની સ્થિતિ કાબુમાં આવી રહી છે જેના પગલે ફરીથી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ (Pilgrims) માટે ખોલી દેવામાં આવ્યાં છે. હવે દર્શનાર્થીઓ સરકારની SOP પ્રમાણે અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન કરી શકશે.
શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે 31 જાન્યુઆરી સુધી મંદિરમાં ભાવિકોના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો. આ મુદ્દત આજે પૂર્ણ થતા દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ મુકાયું હતું. આજે સવારે 7.30થી 11.30 દરમિયાન રાબેતા મુજબ દર્શન શરૂ થઈ ગયા છે. તો બપોરે 12.30થી 4.15 સુધી અને સાંજે 7થી 9 વાગ્યા દરમિયાન પણ દર્શન કરી શકાશે.
અગાઉ તારીખ 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોના વધતા કેસોને પગલે શક્તિપીઠ અંબાજી હવે 31 જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.