દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ધડાધડ ગોળીઓ છૂટી, ફાયરીંગથી અફરાતફરી મચી જતાં 3 રાહદારી ઘાયલ
સોમવારની રાતે રાજધાનીના અત્યંત સંવેદનશીલ લાલ કિલ્લા વિસ્તારામાં ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે આમને સામને આવી રહેલી બે સ્કૂટી વચ્ચે સામાન્ય ટક્કર થયા બાદ એક પક્ષે ફાયરીંગ કરી દીધું હતું. ગોળી વાગવાથી બે રાહદારીઓ સહિત 3 ઘાયલ થયા હતા. જેમાંથી એકની હાલત અત્યંત નાજૂક છે. ફાયરીંગ બાદ બદમાશો હજૂ સુધી પોલીસ પકડથી દૂર છે.
કેવી રીતે થયો બનાવ
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના રાતના લગભગ 9 કલાકને 10 મીનિટની આસપાસ લાલ કિલ્લા પાસે અંગૂરી બાગ રોડ પર થઈ હતી. મોહમ્મદ શાહિદ અને તેની પત્ની વારિશા જામા મસ્જિદ એરિયામાંથી ડિનર કરીને સ્કૂટી પર પોતાના ઘરે અંગૂરી બાગ પાછા ફરી રહ્યા હતાં.
શાહીદના જણાવ્યા અનુસાર સામેથી સ્કૂટી પર સવાર બે લોકો આવી રહ્યા હતા. આગળનો શખ્સ ફોન પર વાત કરી રહ્યો હતો અને પોતાની સ્કૂટીથી અમને ટક્કર મારી. ટક્કર બાદ શાહિદ અને તેની પત્ની નીચે પડી ગયા હતા અને તેમની સ્કૂટીને પણ નુકસાન થયું. ત્યાર બાદ શાહિદે પોતાની સ્કૂટીના નુકસાનની ભરપાઈ માટે માગ કરી.
મહિલા સાથે ગાળી ગાળી કર્યા બાદ વાત બગડી ગઈ
આ વાતને લઈને બંને પક્ષમાં બોલચાલી થઈ ગઈ. સ્કૂટી પર સવાર બંને શખ્સ શાહિદની સાથએ વારિશાને પણ ગાળો અને ગેરવર્તન કરવા લાગ્યા. શાહિદે જણાવ્યું કે, સ્થિતી બેકાબૂ થતાં વારિશાએ મારા પરિવારના લોકોને ફોન લગાવ્યો. થોડી વારમાં મારો ભાઈ આબિદ સહિત અમુક લોકો ત્યાં પહોંચી ગયા.
બીજી બાજૂ સ્કૂટીને ટક્કર મારનારા બંને શખ્સે અન્ય કોઈને ફોન લગાવ્યો અને ફોન સ્પિકર મોડ પર રાખ્યો. શાહિદના જણાવ્યા અનુસાર ફોન પર બોલી રહેલો શખ્સ મને અને મારી પત્નીને ગાળો આપવા લાગ્યો. મેં તેને ઘટનાસ્થળ પર આવવા જણાવ્યું. થોડી વારમાં 2 બાઈકમાંથી 4 લોકો આવી ગયા અને હાથાપાઈ શરૂ થઈ ગઈ.
બંને પક્ષે ફોન કરીને અન્ય લોકોને બોલાવ્યા
શાહિદના જણાવ્યા અનુસાર જ્યારે આબિદે તેમની પાસેથી નુકસાનની ભરપાઈ માટે કહ્યું તો તેને મારવા લાગ્યા. આ બધું રસ્તાની વચ્ચો વચ જ થઈ રહ્યું હતું અને ત્યાં અન્ય લોકોની પણ ભીડ એકઠી થવા લાગી.
મામલો શાંત કરવા માટે શાહિદ અને તેના સંબંધીઓ ત્યાંથી જવા લાગ્યા તો, જેવા તેઓ નાગપાલ ડેરી વટી ગયા કે, બીજા ગ્રુપમાંથી એક શખ્સે પિસ્તોલ કાઢી અને ફાયરીંગ કરવા લાગ્યા.
અચાનક ફાયરીંગ થતાં અફરાતફરી મચી ગઈ, 1ની હાલત નાજૂક
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર એક શખ્સે એક વાર હવામાં ફાયરીંગ કર્યું અને ત્યાર બાદ ત્યાં હાજર લોકો પર આબિદની ડાબી જાંઘ પર ગોળી મારી દીધી. બે રાહદારી અમન અને દિલ ફરાઝ પણ ફાયરીંગમાં ઘાયલ થઈ ગયા. પોલીસના જણાવ્યા અનુસાર અમનની પીઠ પર ગોળી વાગી છે અને ફરાઝની ડાબી જાંઘ પર ગોળી મારી. આ તમામની સારવાર ચાલી રહી છે. અમન આઈસીયુમાં છે અને તેની હાલત અત્યંત નાજૂક છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, પોલીસે હવે પેટ્રોલીંગ ઓછું કરી દીધું છે, જેના કારણે આવી ઘટનાઓ બને છે. જો કે, પોલીસે પોતાનો બચાવ કર્યો હતો. સૌથી મહત્વની બાબત એ છે કે, આ કેસમાં પોલીસ હજૂ એક પણ આરોપીની ધરપકડ કરી શક્યું નથી.