ગુજરાત

રાજ્યમાં એક મહિના બાદ આજથી ધોરણ-1થી 9ના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરુ, કોરોના ગાઈડલાઈન સાથે ખુલશે શાળાઓ

રાજ્યમાં એક મહિના બાદ આજથી ધોરણ 1થી 9ના વિદ્યાર્થીનું ઓફલાઈન શિક્ષણ(Offline education) શરૂ થશે. કોરોના ગાઈડલાઈન (Corona guideline) પ્રમાણે શાળાઓ (Schools) શરૂ કરવામાં આવશે. શાળાએ આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવું પડશે.

આજથી રાજ્યમાં કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. રાજ્યમાં કોરોના (corona)ના કેસ ઘટી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને સરકારે વિદ્યાર્થી (Student) ના અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી આ નિર્ણય લીધો છે.

ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ ધોરણ 1થી 9ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવાયું હતું. 7 જાન્યુઆરીથી ધોરણ 1થી 9ની શાળામાં ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x