અખિલ ભારત હિંદુ મહાસભા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી નહીં લડી શકે : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી :
સુપ્રીમ કોર્ટે સોમવારે સ્વામી ચક્રપાણિની માગને ફગાવી તેમને આંચકો આપ્યો છે. સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી માગ કરી હતી કે સુપ્રીમ કોર્ટ અખિલ ભારત હિંદુ મહાસભાને અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી લડવાની મંજૂરી આપવા ચૂંટણી પંચને નિર્દેશ આપે.
સુપ્રીમે દિલ્હી હાઇકોર્ટા આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે. ન્યાયમૂર્તિ ઇન્દિરા બેનર્જીની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠે જણાવ્યું હતું કે દિલ્હી હાઇકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવા માટેનો કોઇ આધાર નથી.
ઉલ્લેખનીય છે કે સ્વામી ચક્રપાણિની તરફથી વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે હાઇકોર્ટના આદેશને પડકારતી તેમની અરજી સ્વીકારવા સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી. તેના જવાબમાં સુપ્રીમ કોરિટે જણાવ્યું હતું કે પક્ષની અંદર લડાઇ છે અને હરીફો પણ મહાસભાના અધ્યક્ષ હાવાનો દાવો કરી રહ્યાં છે. વરિષ્ઠ વકીલ સિંહે કોર્ટને જણાવ્યું હતું કે કેસ દાખલ કર્યા પછી પણ હરીફોને તેમના પક્ષમાં વચગાળાની રાહત મળી નથી.
તેમણે હરીફોને દોષિત ગણાવતા જણાવ્યું હતું કે આ બધુ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી દેશની સૌથી જૂી પાર્ટીઓમાંથી એક તેમની પાર્ટી ઉમેદવારો ઉભા ન રાખી શકે. ન્યાયમૂર્તિ બેનર્જીએ અરજકર્તાને આ અંગેની અરજી દિવાની કોર્ટમાં કરવાની સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે ચક્રમણિ પોતાને અખિલ ભારત હિંદુ મહાસભાના અધ્યક્ષ ગણાવે છે.