રાષ્ટ્રીય

બળાત્કાર અને હત્યાના કેસમાં 20 વર્ષની સજા કાપી રહેલા રામ રહીમને ફરલો પર મુક્ત કરાયા

બળાત્કાર અને હત્યાના કેસમાં સજા કાપી રહેલા સિરસા ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને ૨૧ દિવસના ફરલો પર મુક્ત કરવામાં આવ્યા છે. તે રોહતકની સુનારિયા જેલમાંથી બહાર નીકળીને ગુરગ્રામ જવા માટે રવાના થઇ ગયા હતાં. જેલમાં બંધ થયા પછી પ્રથમ વખત રામ રહીમ ગુરમીત સિંહને ફરલો મળ્યા છે.

રામ રહીમને ફરલો મળવાની માહિતી મળતા જ બે કારમાં સવાર થઇને તેમના સ્વજનો સુનરિયા જેલની તરફ નીકળી ગયા હતાં. આ કારમાં તેમની પુત્રી અને પુત્ર હોવાની વાત પણ સામે આવી છે. આ બે કારમાંથી એકમાં બેસી રામ રહીમ ગુરગ્રામ જવા માટે નીકળી ગયા હતાં.  રામ રહીમની સાથે પોલીસની આઠ કારો પણ હતી.

આ અગાઉ રામ રહીમને અલગ અલગ કારણોથી પેરોલ તો મળ્યા હતાં પણ ફરલો પ્રથમ વખત મળ્યા છે. જેલમાંથી તેમના બહાર આવવાને પંજાબની વિધાનસભા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. સિરસા ડેરામાં તેમના અનુયાયીઓેએ એકત્ર થવાનું શરૃ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે ગુરમીત રામ રહીમને સાધ્વીના બળાત્કાર કેસમાં પંચકૂલાની કોર્ટંમાં ૨૫ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ રજૂ કરવામાં આવ્યા હતાં. સીબીઆઇની વિશેષ કોર્ટે તેમને દોષિત ઠેરવી સુનારિયા જેલમાં મોકલી દીધા હતાં.

ગયા વર્ષે મે, ૨૦૨૧માં તેમને ૪૮ કલાકના પેરોલ મળ્યા હતાં. તે સમય દરમિયાન તે પોતાની બિમાર માતાને મળવા ગુરુગ્રામ ગયા હતાં. ૨૦૧૭માં સીબીઆઇ કોર્ટે રામ રાહીમને ૨૦ વર્ષની સજા ફટકારી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x