ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં ફાયર NOC વગરની ૧૬ હોસ્પિટલો ઓપરેશન નહિ કરી શકે

ગાંધીનગર :

મહાપાલિકા વિસ્તારમાં ૧૬ હોસ્પિટલો એવી છે કે જેમની પાસે કાયર એનઓસી નથી. આ પૈકીની મોટાભાગની હોસ્પિટલ રેસિડેન્સિયલ વિસ્તારમાં આવેલી હોવાથી પણ ફાયર એનઓસી આપવામાં આવ્યું નથી તેવી વિગતો છે. ફાયર એનઓસીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જોકે કાલે કરેલ હાઈકોર્ટનાં આદેશ મુજબ ફાયર એનઓસી વગરની હોસ્પિટલોમાં માત્ર ઓપીડી જ ચલાવી શકાશે. આ હોસ્પિટલોમાં ઓપરેશન નહી થઈ શકે. ફાયર સેફ્ટી સિસ્ટમને લઈને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવેલી છે. હાઈકોર્ટે આ અરજીને ગંભીરતાથી લીધી છે. અને સમયાંતરે સરકાર સામે લાલ આંખ પણ કરી છે. ફાયર સેફ્ટી સિસ્ટમને લઈને બિલકુલ પોલમપોલ ચાલે છે. પાટનગરમાં તો રહેણાંકના મકાનમાં હોસ્પિટલો ધમધમી રહી છે. અહીં શરતભંગ થઈ રહ્યો છે. તેમાં ફાયર સેફ્ટી સિસ્ટમનો મામલો સામે આવ્યો છે. રહેણાંકમાં ચાલતી હોસ્પિટલોને વખતોવખત નોટિસો ફટકારવામાં આવી છે. પરંતુ હવે જ્યારે હાઈકોર્ટે આદેશ કર્યો છે ત્યારે ફાયરબ્રિગેડ તંત્ર તથા ગાંધીનગર કોર્પોરશન કેવી રીતે વર્તે છે તે તો આવનારા દિવસો માં જ ખબર પડશે. કારણકે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં ૧૬ હોસ્પિટલો પાસે ફાયર એનઓસી નથી, તેનો મતલબ કે, ફાયર સિસ્ટમના ઠેકાણા નથી. ઘણી ખરી હોસ્પિટલો, સેક્ટર-૩, ૬, ૭, ૮, ૨૧, ૨૨, ૨૩, ૨૪ તેમજ સરગાસણ, કુડાસણ, રાંધેજા અને પેથાપુરમાં જ ધમધમી રહી છે. મોટાભાગની મેટરનિટી તો કેટલીક ચિલ્ડ્રન તથા ઓર્થોપેડિક હોસ્પિટલ હોવાની વિગતો છે. આ પૈકીની મેટરનિટી અને ઓર્થોપેડિક હોસ્પિટલમાં સ્વાભાવિક જ ઓપરેશનો હાથ ધરાતા હોય છે. હવે હાઈકોર્ટના આદેશ પ્રમાણે આ હોસ્પિટલોમાં માત્ર ઓપીડી ચલાવી શકાશે. પરંતુ ઓપરેશન કરી નહિ શકાય.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x