ગુજરાત

સુરત : આજે આમ આદમી પાર્ટીમાં પડશે મોટું ગાબડું, AAPના કોર્પોરેટર ભાજપમાં જોડાશે

સુરત :

આમ આદમી પાર્ટીમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે. હજુ સુરત AAP ના 5 કોર્પોરેટરોએ પાર્ટી છોડી ભાજપમાં જોડાયા છે, ત્યારે ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં ફરી એકવાર આપ પાર્ટીમાં મોટું ભંગાણ થવાના અણસાર મળ્યા છે. કોર્પોરેટર કુંદન કોઠીયા સહિત સુરતના આમ આદમી પાર્ટીના કેટલાક વધુ કોર્પોરેટર આજે ભાજપમાં જોડાશે. છેલ્લા કેટલાક દિવસથી AAPના મહિલા કોર્પોરેટર સંપર્ક વિહોણા બન્યા હતા.

સુરત AAPના આજે કેટલાંક કોર્પોરેટર ભાજપમાં જોડાશે. આજે AAPના છેલ્લા કેટલાક દિવસથી સંપર્ણ વિહોણા થયેલા કોર્પોરેટર કેસરિયો કરશે. જાણવા મળી રહ્યું છે કે, વોર્ડ નંબર. 4નાં કોર્પોરેટર કુંદન કોઠિયા સહિતના કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવું જાણવા મળી રહ્યું છે. છેલ્લા 36 કલાકથી AAPના કોર્પોરેટર સંપર્ક વિહોણા હતા. ત્યારે તેઓ આજે ગાંધીનગર કમલમ ખાતે AAPના કોર્પોરેટર કેસરિયો કરશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પર આપના કોર્પોરેટર વિશ્વાસ મૂકશે. ગુજરાતના એક ઉચ્ચ પોલીસ અધિકારી, વિમલ પટેલ અને વિપુલ મેંદપરાના સંપર્કમાં હોવાની ચર્ચા ચાલી રહી છે.

આમ આદમી પાર્ટીમાં વધુ એક વખત ગાબડું પડી શકે છે. જો આ વાત સાચી સાબિત થઈ તો સુરત આપમાં મોટી મુશ્કેલીઓ ઉભી થશે. અગાઉ ચાર મહિલા કોર્પોરેટર સહિત પાંચ કોર્પોરેટરોએ પાર્ટી છોડી હતી. મહિલા કોર્પોરેટરોના પાર્ટી છોડવાને પગલે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આવું જ ચાલતું રહ્યું તો આમ આદમી પાર્ટીની ઓફિસે તાળા લાગી જશે.

સુરતમાં તાજેતરમાં જ સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પાંચ કોર્પોરેટરો રાજીનામા ધરીને ભાજપમાં જોડાયા હતા. AAPનાં 5 કોર્પોરેટરોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની હાજરીમાં જ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. જો કે બીજી બાજુ ભાજપ દ્વારા આપ પાર્ટીનાં નગરસેવકોને મોટા પ્રલોભનો આપી ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ પણ થયા હતા.

મહત્વનું છે કે, સુરત AAPનાં પાંચ કોર્પોરેટરોએ આપ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાનાર પાંચ કોર્પોરેટરમાં ઋતા દુધાત્રા, વિપુલ મોવલીયા, જ્યોતિકા લાઠીયા, મનીષા કુકડીયા અને ભાવનાબેન સોલંકીએ AAP સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાણ કર્યું હતું. જો કે હજુ પણ સુરત આપમાં વધુ કોર્પોરેટર ભાજપમાં જોડાઇ તેવી શક્યતા છે. આમ, હવે સુરતમાં 27 કોર્પોરેટરમાંથી પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાતા હવે માત્ર 22 કોર્પોરેટર જ બાકી રહ્યાં છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x