શિક્ષકો માટે આનંદો : વર્ષોથી અભેરાઇએ પડેલી બદલી અંગેની નિતી જાહેર, 2 લાખ શિક્ષકોને થશે લાભ
ગાંધીનગર :
શિક્ષકોના બદલીના નિયમો મામલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેસ કોન્ફન્સ કરી કહ્યું છે કે 10 વર્ષ પહેલા વિદ્યાસહયક અને પ્રા.શિક્ષકની બદલીના નિયમો બનેલા સમયની માંગ સાથે શિક્ષકોની માંગના અનુસંધાને રાજ્ય સરકારે મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરાયો. સચિવ રાવ, નિયમક જોશી અને સમગ્ર ટીમ અને શિક્ષક ટીમના પ્રમુખ ભીખા ભાઇ સાથે બેઠક કરી હતી તેમની શિક્ષકોની સમસ્યા અને મૂળભૂત સમસ્યાઓને સમજી ખુબ મોટો અને મોટો નિર્ણય 2 લાખ શિક્ષકોને સિધી અસર થશે.
સર્વ સંમતિવિદ્યાર્થી અને શિક્ષકનું હિત અને એડમિસ્ટ્રેટનું પણ હિત જળવાઇ તે માટે નિર્ણય લીધો છે.અત્યાર સુધીમાં જે શિક્ષકોની બદલી થઇ 10 મહેકમ, છુટા કરવાના કારણે શૂન્ય શિક્ષક થઇ જતી હોય તેવા શિક્ષકોને છેલ્લે છુટા કરવા, પહેલાને છૂટા કરવાના પરંતુ નવા શિક્ષક આવ્યા બાદ છૂટા કરવા, 3થી 4 હજાર શિક્ષકોના ઓર્ડર થઇ ચૂક્યા છે, પરંતુ તેઓ છુટા થયા ન હતા, હવે છુટા થઇ જશે
પ્રા.શિક્ષકોની બદલીના નિયમો 2012માં બનેલા હતા. શિક્ષકોના વિશાળ હિતને ધ્યાને રાખીને નવા નિયમો રાખ્યા, 40 ટકા શિક્ષકોને જિલ્લા બદલીનો લાભ હતો, 100 ટકા જગ્યા પર જિલ્લા બદલીનો લાભ આપવામાં આવશે, જિલ્લા ફેર અસરપરસ અને સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા. તે હવે જોગવાઈ દૂર કરાઇ, વતન શબ્દ દૂર કર્યો. 10 વર્ષ શરત સાથે મૂકેલા તેવા શિક્ષકોને 5 વર્ષ પછી જિલ્લાફેરની બદલીની અરજી કરી શકશે