ગુજરાત

ગુજરાત હાઈકોર્ટમાં આજથી ઓફલાઇન સુનાવણી શરૂ, વકીલોમાં ખુશીની લાગણી

ગુજરાત (Gujarat)માં કોરોનાના કેસ (Corona case) ઘટી રહ્યા છે. જેને લઇને સરકાર દ્વારા કોરોનાની નવી ગાઇડલાઇન (Corona Guideline)જાહેર કરવામાં આવી છે. તે અંતર્ગત હવે આજથી ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં ઓફલાઇન સુનાવણી (Offline hearing) શરુ થઇ છે. કોરોનાના કારણે 10 જાન્યુઆરીથી ઓફલાઇન સુનાવણી બંધ કરવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટની કામગીરી ચાલતી હતી. હવે કોર્ટ પહેલાની જેમ ફરી શરુ થતા વકીલોમાં ખુશી જોવા મળી રહી છે.

છેલ્લા બે વર્ષથી કોરોનાનું સંકટ ઘેરાયેલુ હોવાથી ગુજરાત હાઇકોર્ટની ઓફલાઇન કામગીરી બંધ કરવામાં આવી હતી. લગભગ 17 મહિના કોર્ટ વર્ચ્યુઅલ મોડ પર ચાલી. જે બાદ કેસ ઓછા થતા કોર્ટ ઓફલાઇન શરુ થઇ હતી. જો કે કોરોનાની ત્રીજી લહેરમાં 10 જાન્યુઆરીથી ગુજરાત હાઇકોર્ટની કામગીરી ફરી વર્ચ્યુલી શરુ કરવામાં આવી હતી. વકીલો અને પક્ષકારોની હાઇકોર્ટમાં એન્ટ્રી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. જો કે હવે કોરોનાની ત્રીજી લહેર શાંત થઇ છે. જેના પગલે રાજ્ય સરકારે કોરોનાની નવી ગાઇડલાઇનમાં પ્રતિબંધો હળવા કર્યા છે. જે અંતર્ગત હવે ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરુ કરવામાં આવશે.

કોરોનાકાળના 2 વર્ષ બાદ હવે કોર્ટ પૂર્વવત શરુ થઇ છે. હવે કોર્ટમાં વકીલ અને પક્ષકારો તમામને એન્ટ્રી આપવામાં આવે છે. જો કે કોરોના SOP સાથે જ હાઇકોર્ટમાં કામગીરી કરવામાં આવશે. કોરોના પહેલા જે રીતે કોર્ટમાં કામગીરી ચાલતી હતી તે જ રીતે હવે કોર્ટમાં કામગીરી શરુ થઇ છે. વકીલો હવે સુનાવણીમાં દલીલો પ્રત્યક્ષ રીતે રજુ કરી શકશે. હવે હાઇકોર્ટમાં ન્યાય કામગીરીમાં ઝડપ આવી શકે છે. ત્યારે હવે કોર્ટ પહેલાની જેમ ફરી શરુ થતા વકીલોમાં ખુશી જોવા મળી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x