ઇન્ટર ક્લાસ ટેક્વોન્ડો પૂમસે ઇવેન્ટ ગાંધીનગર સેક્ટર-૩ ખાતે યોજાઇ
ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન અને યુનિવર્સલ એક્સપ્લોરર ગ્રુપ દ્વારા તા. ૨૦ ફેબ્રુઆરી, રવિવારનાં રોજ સાંજે ૪:૦૦ કલાકે, સેક્ટર-૩ ખાતે ઇન્ટર ક્લાસ ટેક્વોન્ડો પૂમસે ઇવેન્ટ ૨૦૨૨ નું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઇવેન્ટમાં ઇવેન્ટ કો-ઑર્ડિનેટર મિલાપ ટાટારિઆ ટાઇગર થકી સંસ્થાનાં ગ્રાન્ડમાસ્ટર શ્રી પ્રકાશ સંભવાણી, ગાંધીનગર મહાનગરપાલિકાનાં ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ અને યુવા કથાકાર પરમ પૂજ્ય શ્રી પાર્થ શાસ્ત્રી વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં અને પુષ્પગુચ્છ તથા મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશનનાં ટેક્નિકલ ડિરેક્ટર શ્રી જતીન દવે એ સતત ૬ દિવસ સુધી પૂમસે ઇવેન્ટનાં દરેક સહભાગીને તાલીમ આપી હતી સાથે સાથે કોચ શ્રી રોનક કંસારા, શ્રી મિલન કંસારા અને કોચ શ્રી અજય જાડેજાએ ઇવેન્ટમાં દરેક સહભાગી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા ઉપરોક્ત ટીમનાં મેડિકલ સ્ટાફ દિપિકા મકવાણા અને અમિષા કંસારા દ્વારા ટીમનું નેતૃત્વ સંભાળેલ હતું. ટીમનાં મેનેજર સન્ની રાજપૂત અને જૈમિન વોરા દ્વારા ટીમનું નેતૃત્વ પૂરું પાડવામાં આવ્યું હતું.
સંસ્થાનાં ડિરેક્ટર શ્રી જતીન દવે દ્વારા ઇન્ટર ક્લાસ ટેક્વોન્ડો પૂમસે ઇવેન્ટને સફળ બનાવવામાં આવી હતી. તથા મિલાપ ટાટારિઆ ટાઇગરએ પૂમસે ઇવેન્ટનાં દરેક એ દરેક ટીમનો, વિદ્યાર્થીઓનો, ઉપસ્થિત મહેમાનશ્રીઓનો, સંસ્થાનાં ગ્રાન્ડમાસ્ટર તથા કોચશ્રીઓનો અને ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓનાં માતા-પિતાશ્રીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.